મોદી હવે પ.બંગાળમાં 500-500ની હાજરીની મીની રેલીઓ જ યોજશે

21 April 2021 12:12 AM
India Government Politics
  • મોદી હવે પ.બંગાળમાં 500-500ની હાજરીની મીની રેલીઓ જ યોજશે

કોરોના કેસ વધ્યા બાદ નેતાઓને ‘જ્ઞાન’ થયું: મમતા પણ મોટી સભા નહી યોજે: રાહુલ પ્રચાર જ નહી કરે

નવી દિલ્હી: પ.બંગાળમાં સતત વધતા જતા કોરોનાના સંક્રમણમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જાહેર પ્રચાર નહી કરવા અને તે બાદ તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ પણ રેલી-સભા નહી યોજવાની જાહેરાત કર્યા બાદ ભાજપે જાહેર કર્યુ છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સહિતના ભાજપના નેતાઓ હવે વધુમાં વધુ 500 લોકોની હાજરીવાળી રેલી, સભાને સંબોધન કરશે.


રાજયને કોરોનામાં હોમ્યા બાદ હવે એક બાદ એક રાજકીય નેતાઓને ‘જ્ઞાન’ આવવા લાગ્યું છે અને ત્રણ તબકકાના મતદાન માટેની નવી આચાર સંહિતા અમલી બનાવી છે. ભાજપને રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે.પી.નડ્ડાએ ગઈકાલે જાહેર કર્યુ કે બાકીના તબકકામાં હવે ભાજપ 500થી વધુ લોકોની રેલી સભા યોજશે નહી.


મોદી હવે તા.23ના રોજ પ.બગાળમાં ચાર રેલી યોજવા જઈ રહ્યા છે અને માલદા, મુર્શીદાબાદ, વીરભૂમી અને દક્ષિણ કોલકતામાં 500-500 લોકોની હાજરીની રેલી યોજશે! શ્રી નડ્ડાએ કહ્યું કે ભીડ ટાળવા અમો હવે શ્રોતાઓ માટે બેસવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ.
અમોએ આ માટે અગાઉ પ્રવાસ કર્યા પણ સૂરક્ષાના નિયમોથી તે શકય બન્યું ન હતું.


મમતા બેનરજીએ અગાઉ મોટી રેલી નહી યોજવા જાહેરાત કરી છે. તેઓ પણ મોદીની સ્ટાઈલથી નાની રેલી યોજશે. જો કે હવે મોદી કોઈ રોડ શો નહી યોજે.


Related News

Loading...
Advertisement