સૌરાષ્ટ્રમાં હવે તા.30 સુધી હાફ-ડે લોકડાઉન : ભયભીત લોકો વધુ જાગૃત

21 April 2021 12:43 AM
Saurashtra
  • સૌરાષ્ટ્રમાં હવે તા.30 સુધી હાફ-ડે લોકડાઉન : ભયભીત લોકો વધુ જાગૃત
  • સૌરાષ્ટ્રમાં હવે તા.30 સુધી હાફ-ડે લોકડાઉન : ભયભીત લોકો વધુ જાગૃત
  • સૌરાષ્ટ્રમાં હવે તા.30 સુધી હાફ-ડે લોકડાઉન : ભયભીત લોકો વધુ જાગૃત
  • સૌરાષ્ટ્રમાં હવે તા.30 સુધી હાફ-ડે લોકડાઉન : ભયભીત લોકો વધુ જાગૃત

માત્ર સરકારના આશરે રહેવું પરવડે તેમ નથી : બજારો બંધ રહે તો જ ભીડ અટકશે : ભાવનગરમાં હેરસલુન પણ બંધ : થાન, જસદણ, હળવદ, પ્રભાસપાટણ, ધ્રોલ, ચોરવાડમાં સોંપો : લોકોને ઘરમાં જ રહેવા અપીલ

રાજકોટ તા.20
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના સંક્રમણ કયારે ધીમુ પડશે તેનો કોઇ જવાબ લોકો પાસે નથી. આથી માત્ર સરકાર ભરોસે રહેવાના બદલે સતર્કતા માટે ગામે ગામ, શહેરો અને તાલુકા મથકોએ અડધા દિવસના ચાલી રહેલા લોકડાઉન લંબાવી દેવાયા છે. હવે પૂરો એપ્રિલ મહિનો એટલે કે તા.30 સુધી અડધો દિવસ જ બજારો ખુલ્લી રાખવા વેપારી સંગઠનો નિર્ણય લેવા લાગ્યા છે.


ભાવનગરમાં આજે હીરાબજાર સાથે વાળંદની દુકાનો પણ બંધ રહી છે. થાન, જસદણ, હળવદ, ચરાડવા, પ્રભાસ પાટણ , ધ્રોલ, ચોરવાડ સહિતના નગરો અને ગામોમાં સ્વૈચ્છીક લોકડાઉન લંબાવી ભંગ કરનાર સામે કડક પગલાની પણ તાકીદ કરાઇ છે.


ભાવનગર
ભાવનગરમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે શનિ-રવિ બે દિવસ શહેરની બજારો બંધ રહી હતી. જયારે સોમવારે પણ ભાવનગરના નિર્મળનગર હિરાબજાર સજ્જડ બંધ જોવા મળી હતી. હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામે આજે સ્વૈચ્છીક લોકડાઉનમાં જોડાયા હતા અને પોતાના ઉદ્યોગ ધંધા બંધ રાખ્યા હતા. ઉપરાંત ભાવનગર હેર કટીંગ સલુન એસો. દ્વારા પણ બે દિવસ સોમ અને મંગળવારે સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરતાં ભાવનગર શહેરમાં આજે પણ વાળંદની દુકાનો બંધ રહી હતી.


થાન
થાનગઢમાં શુક્રવારથી સોમવાર સુધી 4 દિવસ સંપૂર્ણ લોકડાઉન રહ્યું હતું. ત્યાર બાદ વેપારીઓની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં 30 એપ્રિલ સુધી બજારો બપોરના 2 વાગ્યા સુધી જ ચાલુ રાખવાનું નક્કી કરતા આંશિક લોકડાઉન થશે. આ મહામારીને કારણે છેલ્લા 10 દિવસમાં અનેક લોકો મોતને ભેટયા છે. સ્મશાન પણ હાઉસફૂલ થઇ ગયું છે. મહામારી ફેલાવવામાં સરકારની ગુનાહિત બેદરકારી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે થાનગઢના વેપારીઓની નવી બેઠક મળતા તમામ વેપારીઓએ આવતી 30 એપ્રિલ સુધી દરરોજ બપોરના બે વાગ્યા સુધી પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખી બે વાગ્યા બાદ આંશિક લોકડાઉન કરવાનું નક્કી કરતા આજથી મંગળવારથી બજારો બે વાગ્યા સુધી ખુલ્લી રહેશે.


જસદણ
જસદણમાં કોરોના ભયજનક રીતે વધી રહ્યોં છે ત્યારે આજથી સળંગ દસ દિવસ બપોરના એક વાગ્યાં પછી ચા પાન
કિરાણા મોલ શાક માર્કેટ પાણીપુરી ભેળ ગાંઠીયા બરફગોળા કુલ્ફી આઈસ્ક્રીમ ભજીયા શાકભાજી ફળફ્રૂટની લારીઓ સજ્જડ બંધ રહેશે એમ મીટિંગમાં નક્કી થયું હતું જસદણમાં કોરોનાને લઈ દરેક વિસ્તારોમાં અનેક મોત થયાં છે લોકોની અવરજવરથી ભારે સંક્રમણ પેદા થતાં સરકારી ખાનગી હોસ્પિટલમાં જ્ગ્યા નથી હાલ અનેક લોકો મોત અને જીવન વચ્ચે ઝઝૂમી રહ્યાં છે ત્યારે સંક્રમણ અટકાવવા મેડિકલ સિવાયની દુકાનો સજ્જડ બંધ રાખવા અને લોકોને બપોર પછી મેડિકલના કામ સિવાય બહાર ન નીકળે એવો અનુરોધ કરાયો છે.
દુકાનદારો લારી પાથરણા વાળા કોઈ નિયમોનું ઉલ્લંઘન કરી ગ્રાહક પાસે વધુ પૈસા પડાવશે અને સમયનું પાલન નહિ કરે
તો તેના પર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે હીરા હલર અને પટારી ઉધોગમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે એમને સાંજના છ વાગ્યાં સુધી ખુલ્લાં રાખવામાં દેવાશે.


હળવદ-ચરાડવા
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં હળવદ શહેરમાં પાંચ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન અને ચરાડવામાં 10 દિવસ સુધી આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જો કે. શાકભાજી, દૂધ અને મેડિકલની દુકાનો ખુલ્લી રહેશે.
ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા સહિતના રાજકીય આગેવાનોની અપીલ બાદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. હળવદમાં આગામી તા.22 થી 26 સુધી પાંચ દિવસ સજ્જડ બંધ રહેશે આવી જ રીતે ચરાડવા ગામ પંચાયત દ્વારા તારીખ 20 થી 30 સુધી આંશિક લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને વહેલી સવારથી લઈને બપોરના બે વાગ્યા સુધી દુકાનો ખુલશે અને ત્યારબાદ દુકાનો બંધ કરી દેવામાં આવશે આવી જ રીતે શાક માર્કેટમાં બપોરના બે વાગ્યા સુધી વેપાર કરવાનું નિશ્ચિત કરવામાં આવેલ છે.


પ્રભાસ પાટણ
વેરાવળ તાલુકા ના નાવદ્રા ગામે કોરાના મહામારી ને ધ્યાને લય ને નાવદ્રા ગામ ના આગેવાનો ધ્વરા વહેલી સવારે 6થી 10 અને સાંજે 4 થી 7સુધી કરિયાણા તથા અન્ય દુકાનો ખુલી રાખવા નો મહત્વ નો નિર્ણય કરેલ છે.
આ દરમ્યાન અન્ય કોઈ પણ ધંધા સાથે સંકળાયેલા ફેરિયા ભાઈઓએ ગામમાં ફેરી ન કરવી આ તકે બીજો નિર્ણય ગામમાં લૌકિક ક્રિયા તથા બેસણું તથા ધાર્મિક કાર્યક્રમ ન કરવા નો પણ લેવામાં આવ્યો છે.
ગામના આગેવાનો પાંચાભાઈ વાળા ઉપપ્રમુખ તાલુકા પંચાયત વેરાવળ, કાળા મેર સરપંચ નાવદ્રા તથા કોળી સમાજ ના પટેલ ગોવિંદભાઇ ભરડા, માજી પટેલ ડાયાભાઈ પટેલ, જાદવભાઈ ભરડા, ગોવિંદભાઇ શીંગડ, મેરામણભાઈ મેર, બાબુભાઇ વાજા, તથા રાણાભાઇ ચુડાસમાએ ગામમાં ફરી લોકોને જાણ કરેલ હતી. આ તકે પાંચાભાઈ વાળા ઉપપ્રમુખ તાલુકા પંચાયત દ્વારા ગામ ના લોકો ને શક્તિવર્ધક હોમીયો પેથીક ગોળી નું પણ ઘરે ઘરે વિતરણ કરેલ છે.


ધ્રોલ
ધ્રોલની ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 12 એપ્રિલથી 18 એપ્રિલ સુધી બપોરના 2 વાગ્યાથી દરેક નાના મોટા વેપારીઓએ બંધ પાળવાનો નિર્ણય લીધો છે. તે મુજબ ધ્રોલના તમામ નાના-મોટા વેપારીઓએ સ્વેચ્છાએ બંધ પાળેલ હતો.
કોરોના-2ની પરિસ્થિતિને અનુલક્ષીને સ્વેચ્છાએ લોકડાઉનના સમયગાળાને ફરીથી તા.19 સુધી આ લોકડાઉન વધારવાનો નિર્ણય કરેલ છે. આ લોકડાઉનમાં દુધની ડેરી, દવાવાળાઓને ખુલ્લી રાખવાની છુટ રહેશે.


ચોરવાડ
ચોરવાડ ખાતે કોરોના મહામારીને ધ્યાને લઇ નગરપાલિકા વિસ્તારના તમામ વેપારીઓમાં કરીયાણા, કાપડ, પાનના ગલ્લા, ઠંડા પીણાં વિગેરે એશો.ના પદાધિકારીઓ અને આગેવાનો દ્વારા અઠવાડીક લોકડાઉન પૂર્ણ થતું હોવાથી ફરીથી મીટિંગ યોજી સર્વેની સહમતિથી લઈ ફરીથી તા.21 થી તા.30 દિવસ - 10 સુધી બપોરના બે વાગ્યા સુધી વેપાર ધંધા ચાલુ રહેશે ત્યારબાદ સંપૂર્ણ લોકડાઉન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. બપોરના બે વાગ્યા બાદ આવશ્યક સેવાઓમાં માત્ર મેડીકલ સ્ટોર, દુધની ડેરીઓ ખુલ્લી રાખવાનું નક્કી કરવામાં આવેલ છે. વધુમાં સંક્રમિતોને હોમ ક્વોરોંન્ટાઇનના દરમ્યાન ઘરમાં રહેવા અને લોકડાઉન સમય દરમ્યાન કોઇ પણ નગરજનોએ ઘરની બહાર ન નીકળવા નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન વિમલભાઇ ચુડાસમા એ જણાવેલ છે.


Related News

Loading...
Advertisement