કાલે રામનવમી : ઘર ઘરમાં ઉજવાશે રામજન્મોત્સવ

21 April 2021 12:47 AM
Rajkot Dharmik Saurashtra
  • કાલે રામનવમી : ઘર ઘરમાં ઉજવાશે રામજન્મોત્સવ

કોરોનાના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં જાહેરમાં રામનવમીની ઉજવણી રદ : જયારે મર્યાદા અને અનુશાસન ભંગ થાય તો સમાધાનના રૂપમાં રામ જ મર્યાદા પુરૂષોતમ બનીને સામે રહી રામ પરમસત્તા છે, જે કર્મકાંડથી નહિ, આચરણ અને મર્યાદાથી જ પ્રાપ્ત કરી શકાય : આવતીકાલે મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રીરામ જન્મોત્સવમાં લોકો ઘરમાં રહીને પૂજન-અર્ચન તથા સ્તુતિ પાઠ કરશે

રાજકોટ, તા. ર0
આવતીકાલે રામનવમી છે. કોરોનાના સંક્રમણના કારણે મંદિરોમાં પુજારીઓ જ પૂજા અર્ચના કરશે જાહેરમાં યોજાતી ભગવાન રામની શોભા યાત્રા મુલત્વી રાખવામાં આવી છે. લોકો ઘરમાં રહીને રામજન્મોત્સવ ઉજવશે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભગવાન શ્રીરામનો જન્મોત્સવ લોકો ઘરમાં રહીને ઉજવશે. સુંદરકાંડના પાઠ, શ્રીરામ સ્તોત્રના પાઠ કરશે.


શુભ મુહૂર્ત
રામનવમી (રામ જન્મોત્સવ) પૂજાનું શુભ મુહૂર્ત અત્રે પ્રસ્તુત છે. આવતીકાલે સવારે 11.રથી બપોરના 1.38 સુધી પૂજન અર્ચન માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત છે. ભગવાન વિષ્ણુના સાતમા અવતારના રૂપમાં શ્રીરામ પૂજય છે. બપોર 1ર વાગે તેમનો જન્મોત્સવ મનાવાશે. એટલા માટે રામજન્મોત્સવનો સામાન્ય પ્રચલિત સમય પણ આ જ છે.


મહાત્મ્ય
રામની સાથે શકિતનો અદભુત સંબંધ છે. રામની શકિત અપરાજિતા છે. અર્થાત જેને કોઇ પરાજિત ન કરી શકે રામને પણ કોઇ પરાજિત ન કરી શકે રામ તો મર્યાદા પુરૂષોતમના રૂપમાં જાણીતા છે. આ જ એમની શકિત છે. આ સાધારણ શકિત નથી. મર્યાદા કાગળો પર ઘણી હોય છે. પરંતુ અનુપાલનમાં કયાં જોવા મળે છે ? રામે મર્યાદામાં રહીને જીવન વ્યતિત કર્યુ, યુદ્ધ કર્યુ તો પણ મર્યાદામાં રહીને, આ કામ માત્ર રામે જ કરી બતાવું હતું. ત્રેતાકાળમાં બધા પુરૂષ પાત્રો પર નજર દોડાવીએ તો રામની સિવાય કોણ છે કે જેમણે મર્યાદાનું પાલન કર્યુ હોય.


રામે મર્યાદાની સાથે આદર્શ રાખ્યા તે વ્યકિતગત નહોતા. આ રાષ્ટ્રીય, સામાજિક અને પારિવારિક હતા. આપણે આપણા પરિવારની પરિકલ્પના રામ પરિવારના રૂપમાં કરીએ છીએ. અથવા તો શિવ પરિવારના રૂપમાં કલ્પના કરવામાં આવી તો શિવ અને રામની સાથે એટલા માટે ભગવાન શંકરે સમસ્ત મંત્રો વહેંચી દીધા. પોતાની પાસે રાખ્યું તો માત્ર રામનું નામ કારણ કે આ રામની શકિત તે શિવની શકિત હતી.


જ્ઞાન-વિજ્ઞાન, ધર્મ આચરણ, રાજધર્મ સામાજિક ધર્મ, રાષ્ટ્રધર્મ કયાં કયાં નથી રામની મર્યાદા, જયારે જયારે મર્યાદા અને અનુશાસન ભંગ થાય તો સમાધાનના રૂપમાં રામ જ મર્યાદા પુરૂષોતમ બનીને સામે રહે રામ પરમ સત્તા છે જે કર્મકાંડથી નહિ, આચરણ અને મર્યાદાથી જ પ્રાપ્ત કરી શકાય છે.
રામનામ ગુન ચરિત સુહાએ ।
જનમ કરમ અગનિત શ્રુતિ ગાએ ॥


Related News

Loading...
Advertisement