સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કયારે અટકશે ? : નવા 2032 કેસથી ગભરાટ

21 April 2021 01:03 AM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કયારે અટકશે ? : નવા 2032 કેસથી ગભરાટ

સૌથી વધુ રાજકોટ જિલ્લામાં નવા 761 અને જામનગરમાં 389 કેસ : મોરબી, દ્વારકા, બોટાદ, ગીર સોમનાથમાં સંક્રમણ ઉછળ્યું : કચ્છમાં વધુ 1ર4 કેસથી ફફડાટ : રાજકોટ, જામનગર, ભાવનગર જિલ્લામાં મૃત્યુઆંકમાં ચિંતાજનક વધારો

રાજકોટ, તા. ર0
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાની લહેર પ્રસરી વળતા દિન પ્રતિદિન પરિસ્થિતિ વિસમ બની રહી છે. રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં ખાનગી-સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને બેડ, ઓકસીજન, વેન્ટીલેટરની સેવા મળવી મુશ્કેલ બની છે. બીજી તરફ દર્દીઓના ટપોટપ મોત થતા મૃતદેહો મેળવવા કલાકો વિતાવવા પડે છે. આવી પરિસ્થિતિમાં વેપારી સંગઠનો સહિતની અનેકવિધ સંસ્થાઓ સ્વૈચ્છિક લોકડાઉન પાળી કોરોનાને મ્હાત કરવા આગળ આવી રહ્યા છે.
સરકાર દ્વારા રાત્રી કફર્યુ લાદી લેવાયો છે. છતાં સંક્રમણમાં ઘટાડો નોંધાયો નથી સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન 2032 પોઝીટીવ કેસ સામે 1184 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.


રાજકોટ જિલ્લામાં 663 શહેર 98 ગ્રામ્ય કુલ 761, જામનગર 279 શહેર 110 કુલ 389, ભાવનગર 124 શહેર 91 ગ્રામ્ય કુલ 21પ, જુનાગઢ 61 શહેર 59 ગ્રામ્ય કુલ 120, સુરેન્દ્રનગર 98, અમરેલી 93, બોટાદ 57, ગીર સોમનાથ 53, મોરબી 51, દ્વારકા 38, પોરબંદર 33 અને કચ્છ 124 સહિત 2032 પોઝીટીવ કેસ નોંધાયા છે.
જયારે રાજકોટ 588, જામનગર 232, ભાવનગર 82, જુનાગઢ 89, સુરેન્દ્રનગર 25, અમરેલી 73, બોટાદ 5, ગીર સોમનાથ 23, મોરબી 24, પોરબંદર 9, કચ્છ 34 મળી કુલ 1184 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.


રાજકોટ
રાજકોટ જિલ્લામાં કોરોનાની લહેર વધુને વધુ ઘાતક બની રહી છે. સ્વૈચ્છિક લોકડાઉનમાં દૌરમાં પોઝીટીવ કેસ વધારા સાથે દર્દીના સારવારમાં મોત થતા લોકોમાં ગભરાહટ ફેલાયો છે.
છેલ્લા ર4 કલાકમાં નવા 761 પોઝીટીવ કેસ સામે 588 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. વધુ 67 દર્દીના મોત જાહેર થયા છે.
રાજકોટ શહેરનો કુલ પોઝીટીવ આંક 2738ર અને જિલ્લાનો કુલ 36324 નોંધાયો છે. હાલ 4727 શહેર અને પ80 ગ્રામ્ય મળી કુલ 5376 દર્દીઓ સારવાર હેઠળ છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ પોઝીટીવ અને મૃત્યુઆંક નોંધાઇ રહ્યા છે. આરોગ્ય તંત્ર ઉંધા માથે થયું છે.
રાજયમાં નવા 11403 પોઝીટીવ કેસ સામે 4179 દર્દીઓ સ્વસ્થ થતા રાજયનો રીકવરી રેટ 82.15 ટકા નોંધાયો છે. રાજયમાં વધુ 117 મૃત્યુ જાહેર થયેલ છે.

 

 


Related News

Loading...
Advertisement