માંગરોળમાં રામનવમીની શોભાયાત્રા મોકૂફ : વિહિપ દ્વારા લેવાયો નિર્ણય

21 April 2021 02:10 AM
Junagadh Dharmik
  • માંગરોળમાં રામનવમીની શોભાયાત્રા મોકૂફ : વિહિપ દ્વારા લેવાયો નિર્ણય

કોરોનાની વકરતી જતી પરિસ્થિતિને કારણે

માંગરોળ, તા. 20
માંગરોળમાં રામ જન્મોત્સવ (રામનવમી)ના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ શ્રીરામ ધુન મંડળ દ્વારા સમસ્ત હિન્દુ સમાજ સાથે ભવ્ય શોભાયાત્રા નિકળતી હોય છે પરંતુ આ વર્ષે સમગ્ર દેશ તેમજ રાજ્યભરમા આવેલી કોરોના મહામારી તેમજ સરકાર ગાઈડ લાઈનને ધ્યાને લઈ આ વર્ષે શોભાયાત્રા મોકુફ રાખવા આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.


વિશ્વ હિન્દુ પરિષદ બરંગદળ દ્વારા માંગરોળ ધુન મંદિર બહારકોટ ખાતે બપોરે 1 વાગ્યે મહા આરતી કરવામાં આવશે તેમજ તમામ હિન્દુ પરીવારો તા.. 21/4 બુધવારે હિન્દુ સમાજ ના આરાધ્ય દેવ શ્રી રામ ભગવાન શ્રીરામ નો જન્મોત્સવ (રામનવમી)નાં દિવસે દરેક હિન્દુ પરિવારો પોતાના પરીવાર સાથે તેમના ઘરે શ્રીરામ ભગવાન ની આરતી તેમજ ધુન કરવી તેમજ સાંજે ઘર આંગણે રંગોળી તેમજ દિપ પ્રગટાવી રામ જન્મોત્સવ દિવાળી ની જેમ ઉજવવા આહવાન કરવામા આવ્યું.


Related News

Loading...
Advertisement