મોરબીના પરશુરામધામમાં કોવિડ કેર અને આઇસોલેસન સેન્ટર દિલુભા જાડેજાના હસ્તે ખુલ્લુ મુકાયું

21 April 2021 03:31 AM
Porbandar
  • મોરબીના પરશુરામધામમાં કોવિડ કેર અને આઇસોલેસન સેન્ટર દિલુભા જાડેજાના હસ્તે ખુલ્લુ મુકાયું

મોરબીના નવલખી રોડ ઉપર પરશુરામ ધામમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. આ સેન્ટર કાર્યરત કરવા માટે જયદીપ કંપની વાળા દિલુભા જાડેજા તરફથી 30 સેટી, ગાદલાં, ઓશિકા અને ચાદરો આપવામાં આવી છે અને જેતપર ગામના ચંદુભાઈ પટેલ તરફથી આર્થિક મદદ માટે કોરો ચેક પરશુરામ ધામ કોરોના કેર સેન્ટરના સંચાલકોને આપવામાં આવેલ છે આ કોરોના કેર તથા આઇસોલેસન સેન્ટરને જયદીપ કંપની વાળા દિલુભા જાડેજાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું આ તકે મોરબીના ખ્યાતનામ બ્રાહ્મણ ડોક્ટરો ડો.ભાવનાબેન જાની, ડો.પ્રદીપભાઈ ભટ્ટ, ડો.આશિષભાઈ ત્રિવેદી, ડો.બિપિનભાઇ લહેરૂ, ડો.તૃપ્તિબેન દવે, ડો.મેઘાબેન દવે સહિતના હાજર રહ્યા હતા. આ કોવિડ કેર અને આઇસોલેસન સેન્ટરમાં બ્રાહ્મણ પરિવારના કોરોના ગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવશે તેવું ત્યના સંચાલક ભૂપતભાઇ પંડ્યા અને અનિલભાઈ મહેતાએ જણાવ્યુ છે.


Loading...
Advertisement