ગુજરાતમાં નવા આકરા નિયંત્રણો! સાંજે હાઈપાવર કમિટીની બેઠક

21 April 2021 04:40 AM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં નવા આકરા નિયંત્રણો! સાંજે હાઈપાવર કમિટીની બેઠક

હાઈકોર્ટના આકરા તાપથી સરકારની ચિંતા વધી : મુખ્યમંત્રી-કોર સમીતીના સભ્યો હાઈકોર્ટના વલણ પર ચર્ચા ઉપરાંત કોરોનાની સતત વણસતી જતી સ્થિતિ પર ચિંતન કરશે: લોકડાઉન મુદે સરકારનું વલણ ગોળગોળ હોવાનો સંકેત

રાજકોટ તા.20
ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે તથા હજારો દર્દીઓ હજુ હોસ્પીટલ બેડની રાહ જોઈ રહ્યા છે તે સ્થિતિમાં ગુજરાત હાઈકોર્ટે લીધેલા આકરા વલણ બાદ કોઈ આકરો આદેશ આવે તે પુર્વે જ આજે સાંજે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને હાઈપાવર કમીટીની એક બેઠક મળી રહી છે અને માનવામાં આવે છે કે સંક્રમણ ડામવા માટે રાજયમાં કોઈ નવા આકરા નિયંત્રણો આવી શકે છે. સરકાર પાસે હાલ ટાઈમ ઓછો છે. તા.1થી 18 વર્ષથી ઉપરના તમામ લોકોનું વેકસીનેશન શરુ થઈ રહ્યું છે અને તે સમયે મુવમેન્ટના જો આકરા નિયંત્રણો હોય તો વેકસીનેશનના કાર્યક્રમને પુરી રીતે અમલમાં મુકવાનું શકય બનશે નહી. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે ગુજરાતની ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં વેપારી વર્ગે પુર્ણ લોકડાઉનની માંગણી કરી છે. અગાઉ સરકાર લોકડાઉન અંગે કંઈ વિચારતી નથી તેવા અનેક વખત જવાબ આપ્યા છે પરંતુ હવે સંક્રમણના આંકડા વધતા જાય છે અને હાલના નાઈટ કર્ફયુ સહીતના નિયંત્રણો અસરકારક સાબીત થયા નથી તે નિશ્ર્ચિત થવા લાગતા નવા નિયંત્રણો ઉપરાંત લોકડાઉન અંગે સરકાર વિચારતી હોય તેવા આછા સંકેતો મળવા લાગ્યા છે. આવતીકાલે હાઈકોર્ટ કોઈ આકરો આદેશ આપે તે પૂર્વે જ સરકાર ખુદ નિર્ણય લઈ લેશે તેમ માનવામાં આવે છે.


Related News

Loading...
Advertisement