જો દેશમાં એક મહિનાનું લોકડાઉન કરાશે તો જીડીપીમાં બે ટકાનું નુકસાન નક્કી

21 April 2021 05:58 AM
Business India
  • જો દેશમાં એક મહિનાનું લોકડાઉન કરાશે તો જીડીપીમાં બે ટકાનું નુકસાન નક્કી

અમેરિકી બ્રોકરેઝ કંપની બોફા સિક્યોરિટીઝે આપી ચેતવણી: કોરોનાને અટકાવવા સ્થાનિક સ્તરે કડકાઈથી પાલન જરૂરી

નવીદિલ્હી, તા.20
અમેરિકી બ્રોકરેજ કંપની બોફા સિક્યોરિટીઝે ચેતવણી આપતાં કહ્યું કે ભારતમાં રાષ્ટ્રીય સ્તરે જો એક મહિનાનું લોકડાઉન લાગુ કરાશે તો જીડીપીમાં બે ટકા સુધીનો ઘટાડો આવી શકે છે.

બ્રોકરેજ કંપનીએ આશા વ્યક્ત કરી કે કોવિડ મહામારીને ફેલાતી અટકાવવા માટે સ્થાનિક સ્તરે જ લોકડાઉન લાગુ કરવું જોઈએ. બોફા સિક્યોરિટીઝના નિષ્ણાતોએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે એક મહિના પહેલાં કોવિડના 35000 કેસ હતા જે હવે સાત ગણા વધીને 2.61 લાખથી વધુ થઈ ગયા છે તેનાથી જે અત્યારે પ્રારંભીક તબક્કાનો પુનર્રોદ્ધાર થયો છે તેના માટે જોખમ ઉત્પન્ન થયું છે.

રિપોર્ટ અનુસાર જોવાની વાત એ છે કે શું કોવિડ-19ની બીજી લહેર રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન વગર સમાપ્ત થશે ? રાષ્ટ્રીય સ્તરે જો એક મહિના માટે પણ લોકડાઉન લાગુ કરવામાં આવે છે તો જીડીપીને એકથી બે ટકાનું નુકસાન થઈ શકે છે. તેમાં કહેવાયું છે કે ઉચ્ચ આર્થિક ખર્ચને ધ્યાનમાં રાખતાં અમારું અનુમાન છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોનાને અટકાવવા સાથે જોડાયેલા નિયમોનું કડકાઈથી પાલન કરાવે, રાત્રિ કર્ફયુ અને સ્થાનિક સ્તરે લોકડાઉન દ્વારા તેના પર અંકુશ લગાવવા પ્રયાસ કરશે.


Related News

Loading...
Advertisement