રૂા.2.50 લાખની વિમાની ટીકીટમાં ભોજન પણ નહી: એરઈન્ડીયા સામે દાવો

21 April 2021 06:35 AM
India Top News
  • રૂા.2.50 લાખની વિમાની ટીકીટમાં ભોજન પણ નહી: એરઈન્ડીયા સામે દાવો

એક વૃદ્ધ યુગલે એરઈન્ડીયા સામે રૂા.5 લાખનો દાવો દાખલ કર્યો છે. જેમાં તેઓએ રૂા.અઢી લાખની વિમાની ટીકીટ દિલ્હીથી સાનફ્રાન્સીસ્કોની લીધી હતી પરંતુ એરઈન્ડીયાએ તેમાં આ યુગલને ગરમ ભોજન ઉપલબ્ધ બનાવવા તથા યોગ્ય દવા માટે પણ ખાતરી આપી હતી. પરંતુ આ યાત્રા દરમ્યાન ભોજન ન અપાયુ અને ફકત નાસ્તા જેવાથી કામ ચલાવાયુ. ઉપરાંત તેને ડાયાબીટીસની દવા અપાઈ ન હતી. આથી યુગલે એર ઈન્ડીયા સામે રૂા.5 લાખનો દાવો દાખલ કર્યો છે.


Related News

Loading...
Advertisement