કોરોના યોદ્ધાઓનું વિમા કવચ છીનવાઈ ગઈ: નવી યોજના આવશે

21 April 2021 06:41 AM
India Top News
  • કોરોના યોદ્ધાઓનું વિમા કવચ છીનવાઈ ગઈ: નવી યોજના આવશે

ગત વર્ષે કોરોના સંક્રમણના પ્રારંભે જ મોદી સરકારે કોરોના યોદ્ધા તરીકે કામ કરવા હેલ્થ વર્કર માટે રૂા.50 લાખનું વિમા કવચ જાહેર કર્યુ હતું. મતલબ કે કોઈ કર્મચારી કોરોના સંક્રમણની સારવાર દરમ્યાન ખુદ સંક્રમીત થઈને મૃત્યુ પામે તો તેના કુટુંબને રૂા.50 લાખનો વીમો મળતો હતો પરંતુ આ યોજના તા.24 એપ્રિલે પુરી થઈ રહી છે અને હજુ નવી યોજના લોન્ચ થઈ નથી. મંત્રાલયના જણાવ્યા મુજબ 24 એપ્રિલ સુધી વીમા કંપનીઓએ દાવાનો નિકાલ કરવાનો રહેશે અને ત્યારબાદ સરકાર નવી કંપની સાથે કરાર કરી રહી છે અને તે અમલમાં આવશે.


Related News

Loading...
Advertisement