જોન્સન એન્ડ જોન્સન એ ભારતમાં વેકસીન લોન્ચ કરવા મંજુરી માંગી

21 April 2021 06:46 AM
India
  • જોન્સન એન્ડ જોન્સન એ ભારતમાં વેકસીન લોન્ચ કરવા મંજુરી માંગી

નવી દિલ્હી તા.20
ફકત એક જ ડોઝથી કોરોનાનું સંક્રમણમાં સુરક્ષા મળે છે તેવા દાવા સાથે લોન્ચ થયેલી જોન્સન એન્ડ જોન્સનની કોરોના વેકસીન સામે જો કે અમેરિકામાં હજુ થોડા પ્રશ્ર્નો ઉભા થયા છે પરંતુ ભારતમાં જે રીતે વેકસીનની તંગી છે તે જોતા આ અમેરિકી કંપનીએ ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે વેકસીન લોન્ચ કરવા મંજુરી માંગી છે. સરકારની નવી યોજના મુજબ વિદેશમાં મંજુર થયેલી વેકસીન ફકત ત્રણ દિવસમાં ભારતમાં મંજુરી આપી દેવાશે અને હવે જોન્સન એન્ડ જોન્સનને તેના પર આશા છે.


Related News

Loading...
Advertisement