કાર કંપનીઓ જયાં ને ત્યાં: રીટેલ વેચાણને ધકકો: રૂા.6 હજાર કરોડનું નુકશાન

21 April 2021 06:47 AM
India
  • કાર કંપનીઓ જયાં ને ત્યાં: રીટેલ વેચાણને ધકકો: રૂા.6 હજાર કરોડનું નુકશાન

સામાન્ય રીતે એપ્રીલ માસમાં નવા કારના મોડેલ લોન્ચ થતા હોય છે અને મોટુ વેચાણ હોય છે પરંતુ જે રીતે મહારાષ્ટ્ર સહિત દેશના મેગાસીટીમાં લોકડાઉન જેવી સ્થિતિ બની છે તેના કારણે ઓટો ડીલરના શોરૂમને હાલ બંધ કરવા પડયા છે. ઉપરાંત અન્ય ડીલરોના કર્મચારીઓ પોઝીટીવ બનતા તેમને ફરજીયાત શોરૂમ બંધ કરવા પડયા છે. પાંચ રાજયો કે જયાં સૌથી વધુ કોરોના કેસ છે ત્યાં કારનું વેચાણ પણ સૌથી વધુ થાય છે. મહારાષ્ટ્ર દેશમાં કુલ કાર વેચાણમાં 10.4 ટકાનો હિસ્સો ધરાવે છે. રાજસ્થાન પાંચ ટકાનો હિસ્સો ધરાવે છે અને હાલના લોકડાઉનની સ્થિતિને કારણે કાર વેચાણમાં 25થી30 ટકાનો ઘટાડો થયો છે જેને કારણે ડીલરને રૂા.6 હજાર કરોડનું નુકશાન થયું છે.


Related News

Loading...
Advertisement