રાજકોટના વેપારી ફરિયાદી બન્યા

21 April 2021 07:15 AM
Rajkot
  • રાજકોટના વેપારી ફરિયાદી બન્યા

પશુબલી પ્રકરણમાં રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર આવેલા આંબેડકરનગર શેરી નં 14 માં રહેતા અંકલેશભાઇ મનસુખભાઇ ગોહીલ (ઉ.વ. ર3) ફરીયાદી બન્યા છે. તેઓ કરીયાણાની દુકાન ધરાવે છે. ફરીયાદમાં તેમણે જણાવ્યુ કે બનાવના સમયે તેઓ ભેટસુડા ગામે પહોંચ્યા હતા અને પોતાના મોબાઇલમાં પશુ બલીના ફોટો પણ પાડયા હતા. અંકલેશભાઇ જન વિજ્ઞાન જાથા સાથે જોડાયેલા છે. તેમની ફરીયાદ પરથી પોલીસે ભુપત સુખાભાઇ ચોવસીયા પરમાર, સવા મોહન ચોવસીયા પરમાર, તળશી છગવન ચોવસીયા પરમાર અને પાડાને કાપનાર પીળા કલરનું ટીશર્ટ પહેરેલા અજાણ્યા શખ્સ સામે ગુજરાત પશુ સંરક્ષણ અધીનીયમ (સુધારો) રઢ17 ની કલમ 8 (1) અને કલમ 10 તેમજ હથીયાર બંધીના જાહેરનામની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.


Related News

Loading...
Advertisement