સિવિલ હોસ્પિટલમાં અજાણ્યા વૃઘ્ધનું મોત

21 April 2021 07:17 AM
Rajkot
  • સિવિલ હોસ્પિટલમાં અજાણ્યા વૃઘ્ધનું મોત
  • સિવિલ હોસ્પિટલમાં અજાણ્યા વૃઘ્ધનું મોત

જંકશન પ્લોટમાં બિમારી સબબ બેભાન હાલતમાં પ્રૌઢે દમ તોડયો : બંનેના વાલી વારસની શોધખોળ કરતી પ્ર.નગર પોલીસ

રાજકોટ તા.20
શહેરની સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડની સામે પાર્કિંગમાં રહેતા એક અજાણ્યો પુરૂષ (ઉ.વ.68) નામનો બેભાન હાલતમાં પડયો હોવાની હકિકત મળતાં તેમને ફરજ પરનાં તબીબે જોઇ તપાસી મૃતજાહેર કર્યા હતાં. બીજા બનાવમાં જંકશન પ્લોટ શેરી નં.2માં ખૂણે એક અજાણ્યો પુરૂષ (ઉ.વ.55) વાળો બેભાન હાલતમાં તમારી સબબ પડયો હોવાની હકિકત જાણવા મળતાં તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે પ્ર.નગર પોલીસ મથકનાં એએસઆઇ હરેશભાઇ રામોતર અને માયાબેન સાટોડીયાએ બંને મૃતકનાં વાલી વારસની શોધખોળ આદરી છે. ઉપરોકત તસવીરમાં દેખાતા બંને મૃતકોના પરિવારની માહિતી મળે તો પ્ર.નગર પોલીસ મથકનાં નંબર (02812446055)માં સંપર્ક કરવો.


Related News

Loading...
Advertisement