આજીડેમ ચોકડી નજીક ફલેટમાં જુગાર રમતા સાત શખ્સો ઝબ્બે

21 April 2021 07:20 AM
Rajkot Crime
  • આજીડેમ ચોકડી નજીક ફલેટમાં જુગાર રમતા સાત શખ્સો ઝબ્બે

રાજકોટ તા.20
આજીડેમથી કોઠારીયા ચોકડી તરફ જતાં રસ્તા પર અંબાબેન દિનેશ અઘેરાના રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત જુગાર પ્રેમીઓને પચ્ચીસ હજાર આઠસોના મુદામાલ સાથે આજી ડેમ પોલીસે ઝડપી લીધો હતા. બનાવની વિગત મુજબ આજી ડેમ પોલીસના પીએસઆઇ એમ.એમ.ઝાલા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ બાતમીના આધારે અંબાબેન દિનેશ અઘેરા રહે.રામપાર્ક સોસાયટી, માયાબેન રમેશ બાવરીયા (રહે.ચુનારાવાડ), હંસાબેન ડાયાભાઇ ડાવેરા રહે.નવલનગર, મવડી પ્લોટ, સપનાબેન પરબત બળ (રહે.નારોદાનગર), ડો.વિજય મગન કોરાટ (રહે.રામપાર્ક) , સુનિલ દિનેશ રાઠોડ (રહે.કોઠારીયા સોલવન્ટ), પ્રકાશ કાનજી વીલકીયા (રહે.રામ પાર્ક સોસાયટી) સાથે મુદામાલ રૂા.5ચ્ચીસ હજાર આઠસો સાથે ઝડપી પાડયા હતા. જેમની વધુ તપાસ પીએસઆઇ એમ.એમ.ઝાલા, એમ.ડી.વાળા તથા હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ જાડેજા કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement