એસ.ટી.ના વધુ 39 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત

21 April 2021 07:26 AM
Rajkot
  • એસ.ટી.ના વધુ 39 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત

એસ.ટી. બસ પોર્ટમાં સતત બીજા દિવસે યોજાયેલ કેમ્પમાં બપોર સુધીમાં 1ર0 કર્મચારીઓના એન્ટીજન ટેસ્ટ

રાજકોટ તા. 20 : રાજકોટ એસટી બસ પોર્ટમાં આજે બીજા દિવસે એન્ટીજન ટેસ્ટ કેમ્પ યોજવામાં આવેલ હતો જેમાં સવારના 6 થી બપોરના 1 વાગ્યા સુધીમાં 1ર0 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવેલ હતા જેમાંથી 39 કર્મચારીઓનો રીપોર્ટ પોઝીટીવ આવેલ હતો.
અહીં એ ઉલ્લેખનીય છે કે ગઇકાલે એસટી બસ પોર્ટમાં યોજાયેલા કેમ્પમાં 168 કર્મચારીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવેલ હતા. જે પૈકીના 50 કર્મચારીઓનો રીપોર્ટ પોઝીટીવ આવેલ હતા.જે બાદ આજે વધુ 39 નો રિપોર્ટ પોઝીટીવ આવતા કર્મચારીઓમાં હડકંપ મચી જવા પામેલ છે.


Related News

Loading...
Advertisement