રાજકોટના બે નિવૃત નાયબ મામલતદારોના કોરોનાથી મોત

21 April 2021 07:27 AM
Rajkot
  • રાજકોટના બે નિવૃત નાયબ
મામલતદારોના કોરોનાથી મોત

રાજકોટ તા.20
રાજકોટ કલેકટર કચેરીના થોડા સમય પહેલા નિવૃત થયેલા બે નાયબ મામલતદારોના કોરોનાથી મૃત્યુ થતાં રેવન્યુ કર્મચારીઓમાં ભારે ગમગીની ફેલાઇ છે. રાજકોટ જિલ્લા કલેકટર કચેરીની યુએલસી બ્રાંચમાં ફરજ બજાવી નિવૃત થયેલા નિર્મળસિંહ ગોહિલ અને પુરવઠા શાખામાં ફરજ બજાવી રીટાયર્ડ થયેલા ઉત્તમભાઇ પટેલને કોરોના વળગ્યો હતો. બંને નાયબ મામલતદારો નિવૃતિ સમયગાળા વિતાવી રહ્યા હતા અને કોરોના સંક્રમિત થયા બાદ સારવાર હેઠળ હતા. આ બંને નિવૃત નાયબ મામલતદારોના ગઇકાલે કોરોનાથી મૃત્યુ થયા હતા. આ બંનેના કોરોનાથી મૃત્યુ થયાની જાણ કલેકટર તંત્રને થતા સાથી કર્મચારીઓમાં ભારે ગમગીની ફેલાઇ હતી.


દરમ્યાન નિર્મળસિંહ ગોહિલે નિવૃતિ બાદ પણ બે વર્ષ સુધી ફિકસ પગારમાં યુએલસી બ્રાંચમાં ફરજ બજાવી હતી. ગોહિલભાઇના નામથી પ્રખ્યાત આ નાયબ મામલતદારની યુએલસી કાયદામાં જબરી પકડ હતી તેવુ જાણવા મળેલ છે.


Related News

Loading...
Advertisement