અરૂણાબેન શુકલનું નિધન : ગુરૂવારે ટેલિફોનીક બેસણું

21 April 2021 07:27 AM
Rajkot
  • અરૂણાબેન શુકલનું નિધન : ગુરૂવારે ટેલિફોનીક બેસણું

ભાજપના નેતા સ્વ.ચીમનભાઇ શુકલના નાનાભાઇ સ્વ.રાજુભાઇના પત્ની

રાજકોટ તા.20
ભાજપના નેતા સ્વ. ચીમનભાઈ શુક્લ;સ્વ. ઘનશ્યામભાઈ શુક્લ ના નાનાભાઈ સ્વ. રાજુભાઈ શુક્લ કે જેઓ રાજકોટ માં આર.આર.એસ.માં વિવિધ જવાબદારી સંભાળેલી હતી. તેમના પત્ની શ્રી અરુણાબેન શુક્લ (નિવૃત્ત શિક્ષક, કોટેચા ગર્લ્સ સ્કૂલ)નું તા.19ના અવસાન થયેલ છે. તા.22ના ગુરૂવારે ટેલીફોનીક બેસણું રાખેલ છે.

જીવન પરિચય
વર્ષો પહેલા સંઘ કાર્યમાં કાર્યરત પ્રચારકો. કે જેઓ પોતાનો વ્યવસાય અને કુટુંબ છોડી પૂર્ણ સમય આર.આર.એસ. ની યોજના પ્રમાણે જે જવાબદારી સોંપવામાં આવે તે શહેર કે જિલ્લામાં નિવાસ કરવાનો હોય છે. અને ભોજન નાસ્તાનો પ્રબંધ સ્વંયસેવક કાર્યકર્તા ના ઘરે જ કરવામાં આવતો હતો. જૂની પેઢીના કાર્યકર્તા ઓના પરીવાર ની બહેનોએ આ કાર્ય હંમેશા હસતા મોઢે ;ઉમંગ;અને ઉત્સાહ થી સંઘના પ્રચારકો અને અધિકારીઓને ભાવપૂર્ણ રીતે વર્ષો સુધી જમાડ્યા હતા અને આ જ પરંપરા અને પ્રણાલિકા હતી. અને આ પરંપરા માં સ્વ. અરુણા બેન શુક્લ નો સમાવેશ થાય છે.

સ્વ. અરુણાબેન શુક્લ એટલે કે સ્વ. અરુણકાકી જેવા અનેક મહિલાઓ નું મોટું પ્રદાન હતું. સંઘ;જનસંઘ અને ભાજપ માં વર્ષો સુધી કાર્યકર્તા ના ઘરે ભોજન હોય તે સહજ અને સ્વાભાવિક ગણાતું. અને સ્વ. લીલાબેન કેશુભાઈ પટેલ;શ્રીમતી મધુબેન ચીમનભાઈ શુક્લ;શ્રીમતી હંસિકાબેન અરવિંદભાઇ મણિયાર; શ્રીમતિ પ્રેમિલા બેન પ્રવિનકાકા મણિયાર સહિત અનેક મહિલાઓએ વર્ષો સુધી આ પરંપરા માં સહભાગી થયા છે. એટલુંજ નહીં સંગઠન ને પ્રેમ;આત્મીયતા લાગણી; અને પારિવારીક માહોલ ના કારણે જ ટાંચા સાધનો; પ્રતિકુળતાઓ હોવા છતાં સફળતા પૂર્વક કામ કરવાનો અનેરો આનંદ રહેતો હતો.

સ્વ.અરુણાબેન શુક્લ રાજકોટ માં વર્ષો પહેલા કોઠારીયા રોડ ઉપર આનંદનગર અને એ વિસ્તારમાં નવરાત્રી દરમિયાન પ્રાચીન ગરબીઓમાં બાળાઓને પ્રોત્સાહન આપવા તેમજ ગરબીઓમાં નિર્ણાયક;જજ તરીકે નિ:શુલ્ક રીતે ઉપસ્થિત રહેતા એટલું જ નહીં અનેક ગરબીઓમાં પોતાના તરફથી બાળાઓને પ્રોત્સાહન આપવા પુરસ્કાર અને ભેટ આપતા હતા.

ટેલીફોનીક બેસણું
સ્વ.અરૂણાબેન રાજેન્દ્રભાઇ શુકલનું તા.19ના અવસાન થતાં તેમનું ટેલીફોનીક બેસણું તા.22ના ગુરૂવારે બપોરે 4 થી 6 રાખેલ છે. નીતિન ભારદ્વાજ (ભાણેજ) મો.98240 43043, કશ્યપ ચીમનભાઇ શુકલ (ભત્રીજા) મો.98243 00999, કૌશિક ચીમનભાઇ શુકલ (ભત્રીજા) મો.98242 81781, નેહલ ચીમનભાઇ શુકલ (ભત્રીજા) મો.98240 61113, મહેશભાઇ ઘનશ્યામભાઇ શુકલ (ભત્રીજા) મો.94272 22152, જયદેવ ઘનશ્યામભાઇ શુકલ (ભત્રીજા) મો.98250 22544, વિભા જયેશભાઇ પુરોહિત (ભત્રીજી-જૂનાગઢ) મો.94282 04342, મહેન્દ્રભાઇ વિષ્ણુપ્રસાદ ભટ્ટ (ભાઇ-બરોડા) 98248 12345


Related News

Loading...
Advertisement