સીવીલ હોસ્પીટલમાં બે-ભાન થઈ જવાથી એક મહિલા સહીત છ વ્યકિતઓના મોત

21 April 2021 07:31 AM
Rajkot
  • સીવીલ હોસ્પીટલમાં બે-ભાન થઈ જવાથી
એક મહિલા સહીત છ વ્યકિતઓના મોત

રાજકોટ તા.20
શહેરમાં હાલ કોરોનાની મહામારીમાં મોતનો આંકડો વધી રહ્યો છે. તેવા સમયમાં સામાન્ય બિમારીમાં બેભાન થઈ છ વ્યકિતઓનાં મોત થયા હતા. જેથી પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી હતી.
રૈયાધાર આવાસ કવાટર્સમાં રહેતા ગંગાબેન ઉમેશભાઈ ઉ.વ.38 જેઓ પોતાના ઘેર હતા ત્યારે શ્ર્વાસની તકલીફ થતાં બેભાન થઈને ઢળી પડયા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં વધુ સારવાર બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.


ગોંડલ રોડ એસ.ટી.વર્કશોપની પાછળ રહેતા રમણીક મનુ વાળા ઉ.વ.37, ઘેર હતા ત્યારે આંચકી આવતા ઘરે બેભાન થયા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમને સારવાર દરમ્યાન મૃત્યુ જાહેર કરવામાં આવ્યા હતા.


તેઓ મજુરી કામ કરતા હતા સંતાનમાં 3 દિકરી અને 1 દિકરો હતા તેમજ ખોડીયાર નગર 80 ફૂટ રોડ પર રહેતા રંજનભાઈ રામચંદ્ર ઠાકુર ઉ.વ.40 સામાન્ય તાવ આવ્યા બાદ ઘેર બેભાન થઈને ઢળી પડતા તેમને સારવાર માટે સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડયા હતા. જયાં તેમનુ સારવાર દરમ્યાન મોત થયુ હતું. તેઓ મજુરી કામ કરતા હતા. અને ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
ગાંધીગ્રામમાં રહેતા લાલજી વસંત નકુમ ઉ.વ.44 ગઈરાત્રે ત્રણ વાગ્યાના સુમારે પોતાના ઘેર કોઈ કારણોસર બેભાન થઈ જતા તેમને સારવાર માટે હોસ્પીટલ ખસેડયા હતા જયાં તેમને હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા તેમજ મોરબી રોડ પુનમ હોલની પાછળ રહેતા અને મ્યુનિ.કોર્પો.માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં હર્ષદગીરી ભગવાનગીરી ગૌસ્વામીને શ્ર્વાસ લેવામાં તકલીફ જણાતા બેભાન થઈને ઢળી પડયા હતા. સીવીલ હોસ્પીટલ લઈ જવાતા તેમનૂં સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતું.આંબાવાડી સોસાયટીમાં રહેતા મહેન્દ્ર દેવરાજ જોગડીયા ઉ.વ.41 ને છેલ્લા થોડા દિવસથી તાવ આવતો હોય તેમને આજે સવારે શ્ર્વાસ ચડતાં બેભાન થઈ જતા સારવાર માટે સીવીલ હોસ્પીટલ ખસેડાયા હતા. જયાં તેમનું સારવાર દરમ્યાન મોત થયુ હતું. જેમની વધુ તપાસ થોરાળા પોલીસ ચલાવી રહી છે.


Related News

Loading...
Advertisement