દિલ્હીથી પ્રવાસી મજુરોને લઈ જતી બસ એમપીમાં પલટી: ત્રણનાં મોત

21 April 2021 07:35 AM
India
  • દિલ્હીથી પ્રવાસી મજુરોને લઈ જતી
બસ એમપીમાં પલટી: ત્રણનાં મોત

એક મુસીબતમાંથી છુટવા બીજો માર્ગ પકડયો તો મોત મળ્યુ : બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો હોઈ સંતુલન ગુમાવતા અકસ્માત સર્જાયો

ભોપાલ તા.20
મધ્ય પ્રદેશનાં ટિકમગઢમાં આજે દિલ્હીથી પ્રવાસી મજુરોને લઈ જતી બસ પલટી ખાતા ત્રણ લોકોનાં મોત થયા છે. ગ્વાલીયર જીલ્લાનાં જોરસીમાં આ અકસ્માત સર્જાયો હતો.
મીડીયા રિપોર્ટ મુજબ આ બસ તેની ક્ષમતા કરતા વધારે ભરી હતી અને સંતુલન ગુમાવવાથી બસ પલટી ગઈ હતી. ઘાયલોને તરત હોસ્પીટલે દાખલ કરવામાં આવ્યા હતા.
અકસ્માત ગ્વાલીયર ઝાંસી વચ્ચે ડબરા હાઈવે પર થયો હતો.


ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં લોકડાઉનના કારણે દિલ્હીથી મજુરો પોતાના વતન જવા માટે ઘસારો કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement