શેરબજારમાં પ્રારંભિક 500 પોઈન્ટની તેજી બાદ આક્રમક વેંચવાલી: 484 પોઈન્ટનુ ગાબડુ

21 April 2021 07:37 AM
India
  • શેરબજારમાં પ્રારંભિક 500 પોઈન્ટની તેજી
બાદ આક્રમક વેંચવાલી: 484 પોઈન્ટનુ ગાબડુ

બેતરફી જોરદાર વધઘટ: ફાર્મા શેરોમાં લેવાલી

રાજકોટ તા.20
મુંબઈ શેરબજારમાં આજે પ્રારંભીક જોરદાર તેજી બાદ માર્કેટ ફરી ફસકી ગયુ હતુ. આક્રમણકારી વેચવાલીનાં દબાણ હેઠળ સેન્સેકસમાં 484 પોઈન્ટનો કડાકો સર્જાયો હતો.
ભારતમાં 1લી મેથી 18 વર્ષની ઉપરના તમામને કોરોના રસી આપવાની કેન્દ્ર સરકારની જાહેરાતના પ્રભાવ હેઠળ શેરબજારમાં શરૂઆત તેજીનાં ટોને થઈ હતી. પસંદગીના ધોરણે લેવાલીથી તેજીનો ધમધમાટ હતો.ખાસ કરીને રોકડાનાં શેરોમાં લેવાલી હતી. પરંતુ બપોરે ફરી કોરોનાનો ગભરાટ આવવા લાગ્યો હોય તેમ વિદેશી સંસ્થાઓથી માંડીને તમામ વર્ગની આક્રમક વેચવાલી નીકળતાં માર્કેટ પટકાવા લાગ્યુ હતું. રેડઝોનમાં આવી ગયુ હતું.દિલ્હી પછી મહારાષ્ટ્રમાં પણ સંપૂર્ણ લોકડાઉનની આશંકા વ્યકત થવા લાગી છે. જાણીતા શેરબ્રોકરોનાં જણાવ્યા પ્રમાણે ટુંકા ગાળામાં કોરોના તથા તેની અસર સંબંધી આશંકાઓ ભાગ ભજવી શકે છે. મુંબઈ શેરબજારમાં અલ્ટ્રાટેક સીમેન્ટ, એચસીએલ ટેક, શ્રી સીમેન્ટ, એચડીએફસી, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટીસીએસ, ટેક મહિન્દ્ર, એશીયન પેઈન્ટસ, એચસીએલ ટેકનો, એચડીએફસીબેંક, હિન્દ લીવર, ઈન્ફોસીસ, નેસલે, ટેલ્કો ગગડયા હતા.


ડો.રેડ્ડી બજાજ ફીન સર્વીસ, બજાજ ફાઈનાન્સ એચડીએફસી લાઈફ, બજાજ એસ્લે, લાર્સન, મારૂતીમાં સુધારો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 484 પોઈન્ટનાં કડાકાથી 47464 હતો તે ઉંચામાં 48478 તથા નીચામાં 47438 હતો નીફટી 135 પોઈન્ટ ગગડીને 14223 હતો.


Related News

Loading...
Advertisement