અમદાવાદઃ ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ બોલાવવાના હુકમનું પાલન ન કરનાર 2 ઓફિસો સીલ

21 April 2021 10:02 AM
Ahmedabad Gujarat
  • અમદાવાદઃ ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ બોલાવવાના હુકમનું પાલન ન કરનાર 2 ઓફિસો સીલ

ટેક્સ ડિપાર્ટમેન્ટ અને AMTS ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા 390 જેટલી ખાનગી ઓફિસો અને સંસ્થાઓમાં કર્મચારીઓની હાજરીનું ચેકીંગ હાથ ધરાયું હતું

અમદાવાદ:
કોરોનાના કેસોમાં પ્રચંડ વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી તમામ પ્રકારની ખાનગી ઓફિસો, ખાનગી સંસ્થાઓ, એકમોમાં કર્મચારીઓની સંખ્યા 50 ટકા જ સ્ટાફ બોલાવવા માટેનો હુકમ કર્યો હતો.

જે અનુસંધાને આજે ટેક્સ ડિપાર્ટમેન્ટ અને AMTS ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા 390 જેટલી ખાનગી ઓફિસો અને સંસ્થાઓમાં કર્મચારીઓની હાજરીનું ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમિયાન 2 ઑફિસોમાં 50 ટકા કરતા વધુ સ્ટાફ જોવા મળ્યો હતો. જેથી આ ઓફિસોને સીલ કરવામાં આવી છે. તેમજ નોટિસ પણ આપવામાં આવી છે.

આગામી દિવસોમાં AMC ની ટીમ દ્વારા ઓફીસોમાં 50% સ્ટાફ અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન અંગે ચેકિંગ હાથ ધરવામાં આવશે.

સીલ કરવામાં આવેલી ઓફિસના નામ
1.મેઘમણી હાઉસ, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર
2.વીરા ગોલ્ડ, નિરંત ક્રોસીંગ, વસ્ત્રાલ


Related News

Loading...
Advertisement