આજે રાતે એપલ ઈવેન્ટ, નવું આઇપેડ પ્રો ટેબ્લેટ લોન્ચ થવાની સંભાવના

21 April 2021 10:05 AM
Business World
  • આજે રાતે એપલ ઈવેન્ટ, નવું આઇપેડ પ્રો ટેબ્લેટ લોન્ચ થવાની સંભાવના

એપલની વેબસાઇટ ઉપરાંત યુટ્યૂબ પર ઇવેન્ટ માણી શકાશે, AR ગ્લાસ પરથી પણ પડદો ઉઠી શકે

નવી દિલ્હીઃ
વિશ્વની જાયન્ટ ટેક કંપની એપલ આજે ભારતીય સમય મુજબ રાત્રે પોતાની ઇવેન્ટ યોજાવાની છે. જેમાં નવું આઇપેડ પ્રો ટેબલેટ અને ટિપ્સ્ટર જોન પ્રોસેરે એપલ ગ્લાસ લોન્ચ કરી શકે છે. કોરોનાને કારણે કંપની વર્ચ્યુઅલ ઇવેન્ટ કરશે. જે તેની સત્તાવાર વેબસાઇટ ઉપરાંત યુટ્યૂબ પર માણી શકાશે. જોકે આ ઈવેન્ટમાં એપલની કઈ કઈ પ્રોડક્ટ લોન્ચ થશે તેના પર હજુ પણ સસ્પેન્સ છે.

એપલએ તેની લિંક Apple Event April 20 નામથી રિલીઝ કરી છે. આ ઈવેન્ટમાં રજૂ થઇ શકનાર આઇપેડ પ્રો ટેબ્લેટ મિની LED ડિસ્પલે સાથે હશે. ઈવેન્ટમાં કંપની દ્વારા તેના AR ગ્લાસ પણ લોન્ચ કરવાની સંભાવના છે.

મિની LED ડિસ્પ્લે સાથેનું નવું આઇપેડ પ્રો ટેબ્લેટ ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. આ સિવાય કંપની ટ્રેકર અર્થાત એરટેગ પણ રજૂ કરી શકે છે. જોકે આ ઈવેન્ટમાં કઈ પ્રોડક્ટ લોન્ચ થશે તેના પર હજુ પણ સસ્પેન્સ જ છે.

નેક્સ્ટ જનરેશન આઈપેડમાં મિની LED ડિસ્પ્લે મળી શકે છે. તે સારા કલર્સ, કોન્ટ્રાસ્ટ અને ઈમેજિસ સપોર્ટ કરશે. ટોપ એન્ડ આઇપેડ પ્રો મોડેલમાં 12.9 મિની LED ડિસ્પ્લે અપગ્રેડ મળી શકે છે.

ઓગ્મેન્ટેડ રિયાલિટી એપલ ગ્લાસ
ગત વર્ષે ટિપ્સ્ટર જોન પ્રોસેરે એપલ ગ્લાસની ડિટેલ લીક કરી હતી. તે પ્રમાણે તેમાં AR (ઓગ્મેન્ટેડ રિયાલિટી) ટેક્નોલોજીથી સજ્જ હશે. તેની કિંમત 499 ડોલર (આશરે 37,700 રૂપિયા)હોઈ શકે. એપલ AR અને VR હેડસેટની પણ લાંબા સમયથી ચર્ચા થઇ રહી છે.

પ્રોસેરના લીક રિપોર્ટ પ્રમાણે, એપલ ગ્લાસની ડિઝાઇન અન્ય સ્ટાન્ડર્ડ ગ્લાસ જેવી જ હશે. એપલ ગ્લાસમાં પ્લાસ્ટિક મિટિરિયલનો ઉપયોગ થશે. જોકે ફાઈનલ પ્રોડક્ટમાં મટિરિયલ બદલાઈ શકે છે. તે વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરશે. તેની સાથે ચાર્જિંગ સ્ટેન્ડ પણ મળશે.

એપલ ગ્લાસ આઇફોનથી કંટ્રોલ થશે

લીક રિપોર્ટ પ્રમાણે, એપલ ગ્લાસને આઈફોન સાથે કનેક્ટ કરી શકાશે. આઈફોનથી તે કંટ્રોલ થશે. તેમાં LiDAR સેન્સર મળી શકે છે. પ્રાઈવસી જાળવી રાખતા તેમાં કોઈ કેમેરા નહિ હોય. તેના ગ્લાસમાં ઈન્ફોર્મેશન ડિસ્પ્લે થશે. તેના માટે કંપની સ્ટારબોર્ડ નામની UI ઉપયોગ કરશે. ગ્લાસ પર જે ઈન્ફોર્મેશન ડિસ્પ્લે થશે તે માત્ર પહેરનારા યુઝર્સને જ દેખાશે. ગ્લાસ જેસ્ચર કન્ટ્રોલ સપોર્ટ કરશે.


Related News

Loading...
Advertisement