અમદાવાદમાં DRDO શરૂ કરશે હોસ્પિટલ, આર્મી હોસ્પિટલમાં લોકોને મળશે એન્ટ્રી

21 April 2021 10:10 AM
Ahmedabad Gujarat
  • અમદાવાદમાં DRDO શરૂ કરશે હોસ્પિટલ, આર્મી હોસ્પિટલમાં લોકોને મળશે એન્ટ્રી

ત્રણેય સેનાની હોસ્પિટલો તૈયાર રાખવા કહેવાયું

અમદાવાદ:
દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે હવે સૈન્ય સંસ્થાઓ પણ જનતાની સેવા માટે તૈયાર થઇ ગઇ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનાને તૈયારી કરવા કહ્યું છે. ત્રણેય સેના- ભારતીય સેના, નૌસેના અને વાયુ સેનાની હોસ્પિટલોને પણ તૈયાર રાખવા કહેવામાં આવ્યું છે. સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણે અને સંરક્ષણ સચિવ અજય કુમાર સાથે એક બેઠકમાં રાજનાથ સિંહે વિવિધ રાજ્યમાં સ્થાનિક કમાન્ડરોને પોતાના સબંધિત મુખ્યમંત્રીઓને મળવા અને આ સંકટના સમયે જરૂરતના હિસાબે મદદ કરવાના આદેશ આપ્યા છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા આ નિર્ણય રાજ્યોને આપવામાં આવેલી તમામ અપીલ બાદ આવ્યો છે.

મંત્રાલયે તમામ 63 છાવણી બોર્ડ ને પણ કહ્યુ છે કે તે છાવણી પરિસરની બહાર રહેતા લોકો માટે પોતાના દરવાજા ખોલે. DRDO દિલ્હી, લખનઉ, અમદાવાદ, પટણા અને નાસિક સહિત પાંચ શહેરોમાં કોવિડ હોસ્પિટલોને ફરી સ્થાપિત કરીને ફરી સંચાલિત કરી રહ્યું છે.

● DRDO 500 બેડ લગાવશે

મહત્વપૂર્ણ છે કે સંરક્ષણ અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)એ કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે દિલ્હી એરપોર્ટ નજીક સ્થિત એક હોસ્પિટલને ફરી ખોલવાનો નિર્ણય કર્યો છે, તેમણે જણાવ્યુ કે આ તબીબી કેન્દ્રની શરૂઆત સોમવારે 250 બેડ સાથે શરૂ થઇ અને કેટલાક દિવસમાં તેની ક્ષમતા 500 બેડ સુધી વધારવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે તમામ બેડ સાથે ઓક્સિજન સિલિન્ડર હશે અને કેન્દ્રમાં યોગ્ય સંખ્યામાં વેન્ટિલેટર અને અન્ય આધારભૂત તબીબી સુવિધાઓ હશે.

આ પહેલા સંરક્ષણ મંત્રીએ ડીઆરડીઓને આદેશ આપ્યો હતો કે લખનઉમાં કોવિડ-19ના દર્દીઓ માટે તે 250 થી 300 બેડ ધરાવતી બે હોસ્પિટલોનું નિર્માણ કરે. આ જાણકારી શુક્રવારે સૂત્રોએ આપી હતી, તેમણે કહ્યું કે તેમાંથી દરેક હોસ્પિટલમાં 250 થી 300 બેડ હશે.

બિહાર સરકારે DRDOને મદદનો અનુરોધ કર્યો છે. મુખ્ય સચિવ પ્રત્યય અમૃતે સંરક્ષણ સચિવને અનુરોધ કર્યો છે કે ESI હોસ્પિટલને 500 બેડ ધરાવતી હોસ્પિટલને ફરી શરૂ કરવા માટે AFMCથી 50 ડૉક્ટરોને મોકલવામાં આવે. ડીઆરડીઓના PRO ડૉ. એનકે આર્યએ કહ્યુ કે અન્ય રાજ્યો પાસેથી પણ અમને અનુરોધ મળ્યા છે. ગાઝિયાબાદના રાજ્યસભા સાંસદ ડૉ. અનિલ અગ્રવાલે રાજનાથસિંહને પત્ર લખીને જિલ્લાના અસ્થાયી ડીઆરડીઓ કોવિડ હોસ્પિટલ માટે અનુરોધ કર્યો છે.


Related News

Loading...
Advertisement