સરકારે વેકસીનેશન પર મોટો જુગાર ખેલ્યો છે

21 April 2021 11:43 PM
India
  • સરકારે વેકસીનેશન પર મોટો જુગાર ખેલ્યો છે

અર્થતંત્રને નુકશાન પહોંચી જ ગયું છે: બીઝનેસ ઈન્ડેકસ ફરી ઓકટો-2020ની સપાટીએ : નોમુરા સહિતના નિષ્ણાંતોનું મંતવ્ય: બીઝનેસ ઈન્ડેકસ 99.3ની ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ ફરી 83.8ની સપાટીએ: હજું બીજી લહેરની આર્થિક ક્ષેત્રે તિવ્ર અસર બાકી જ છે : લોકડાઉન નહી તો તા.1થી શરૂ થનારા વેકસીનેશન પર જ આધાર: રોજના 30 લાખના બદલે 50 લાખને વેકસીન આપી ઓગષ્ટ સુધીમાં 50%નું વેકસીનેશન શકય: અભ્યાસ

નવી દિલ્હી: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કોરોના સંક્રમણ અંગે દેશને સંબોધન કરતા લોકડાઉનની અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે તેવા ભયસ્થાનને આગળ ધરીને લોકડાઉનને અંતિમ શસ્ત્ર તરીકે જ ઉપયોગ કરવા માટે રાજયોને અનુરોધ કર્યો છે. દેશ કોરોનાની પ્રથમ લહેરથી અર્થતંત્રને જે નુકશાન થયું છે તેનું સાક્ષી છે અને તેથી જ હવે બીજી લહેર સમયે લોકડાઉનથી શકય તેટલું દૂર રહેવા તેવું વડાપ્રધાન ઈચ્છે પણ આંતરરાષ્ટ્રીય નાણાકીય અને આર્થિક એજન્સીઓએ તારણ આપ્યુ છે કે બીજી લહેરની જે તિવ્રતા છે તેનાથી દેશએ ગત ઓકટો-નવે બાદની આર્થિક રીકવરી અને જે આર્થિક લાભ પુન: હાંસલ કર્યા હતા તે ફરી સોપાઈ શકે છે.


આંતરરાષ્ટ્રીય એજન્સી નોમુરાએ ઈન્ડીયન બીઝનેસ રીલેશન ઈન્ડેકસ તૈયાર કર્યા છે. જેમાં આ ઈન્ડેકસ લગભગ 100 પોઈન્ટની નજીક પહોંચી ગયો છે. મતલબ કે કોવિડ પહેલાની સ્થિતિમાં દેશનું અર્થતંત્ર પહોચવાની તૈયારીમાં છે. તા.21 ફેબ્રુ.ના અંતે પુરા થયેલા સપ્તાહમાં તે 99.3 પોઈન્ટ હતા પણ ત્યારબાદના આઠ સપ્તાહ એટલે કે તા.18 એપ્રીલના પુરા થતા સપ્તાહમાં આ ઈન્ડેકસ ફરી 83.8 થયા છે. મતલબ કે આર્થિક લાભમાં ઘટાડો શરુ થયો છે. નેમુરાનો આ ઈન્ડેકસ ગત વર્ષ ઓકટોબરમાં 83.8 પર હતો. એમ કોરોનાની પ્રથમ લહેર પુરી થવા સમયે અર્થતંત્રની જે સ્થિતિ હતી તે ફરી આજે બની રહી છે અને હજુ બીજા વેવની તિવ્રતાનો અનુભવ બાકી છે. અગાઉ આ ઈન્ડેકસને 83.8 થી 99.3 સુધી પહોચવામાં 17 સપ્તાહ પરંતુ તે ફકત 83.8 સુધી ફરી આઠજ સપ્તાહમાં પહોંચી ગયું છે અને નિષ્ણાંતો માને છે કે વધુ ખરાબ સ્થિતિમાં હજું આવવાની બાકી છે. દેશના વ્યાપારી પાટનગર મહારાષ્ટ્ર ને રાજધાની દિલ્હીમાં લોકડાઉન આવી જ ગયું છે. ઝારખંડ જેવા કાચા માલ પુરા પાડતા રાજયમાં પણ લોકડાઉન જાહેર થયુ છે અને કર્ણાટક સહિતના રાજયો પણ વીક એન્ડ લોકડાઉન લાદવાની સાથે નાઈટ કર્ફયુ જેવા નિયંત્રણો પણ લાદી રહ્યા છે. કોરોનાની આ બીજી લહેરનું પીક હજું બાકી છે અને દૈનિક માસ લાખ કેસ નોંધાશે તેવો ભય છે.


દેશના મેડીકલ ઈન્ફ્રાસ્ટ્રકચર હવે જવાબ આપી રહ્યું છે. કદાચ બેડ વધારાય તો પણ મેડીકલ પર્સન કેટલા મળશે તે પ્રશ્ર્ન છે અને વડાપ્રધાને લોકડાઉનનો વિકલ્પ ખુલ્લો રાખ્યો જ છે. નોમુરાના અર્થશાસ્ત્રી સોનલ વર્મા કહે છે કે આગામી સપ્તાહમાં આ બીજા લહેરની અસર તીવ્ર બનશે તેમ પરપ્રાંતીય હિજરત વધશે.


હાલ પાવર ડિમાન્ડ યથાવત છે. હવે આશા એ છે કે જુન-જુલાઈમાં સંક્રમણની ઝડપ ઘટે અથવા સંક્રમણની વિદાય થાય અને વેકસીનેશન જે ઓપન ટુ ઓલ કરવામાં આવ્યું છે તેની અસર દેખાડવા લાગે તો વધુ સારી સ્થિતિ બનશે. આ વર્ષે ચોમાસુ સારુ રહેશે તેવો આશાવાદ છે અને અર્થતંત્રને તેનો ફાયદો થશે. દેશમાં હાલ જીડીપીનું અનુમાન 10.5 થી 11.5% સુધી મુકાઈ રહ્યું છે જે ગત વર્ષ માઈનસ 6.9% હતું. નિષ્ણાંતો કહે છે કે વેકસીનેશન કઈ રીતે કઈ ઝડપી થાય છે તેનાથી જ અર્થતંત્રની દિશા નકકી થશે. જો વેકસીનેશન ધાર્યા મુજબ અને તમામ માટે વેકસીનની સફળતા હોય તો પછી કોરોનાની સામે મોટી જીત હશે. મહારાષ્ટ્રને દિલ્હીમાં જે લોકડાઉન છે તેનાથી જીડીપીમાં 1%નું નુકશાન થશે અને જો વધુ રાજયો લોકડાઉન ભણી જાય તો આ નુકશાન વધુ હશે. આમ સરકારે લોકડાઉન નહી લાદીને વેકસીનેશન પર મોટા જુગાર ખેલ્યા છે અને કોરોના તથા અર્થતંત્રની રીકવરીનો આધાર હવે વેકસીનેશન પર જ હશે. એક નિષ્ણાંતનું મંતવ્ય છે કે ભારત તબકકાવાર વેકસીનેશન વધારે અને હાલ જે દરરોજ 30 લાખ લોકોને સરેરાશ વેકસીન અપાય છે તે વધારીને 50 લાખ લોકોને વેકસીન ઓગષ્ટ સુધી આપવાનું અભિયાન નિશ્ર્ચિત થવું જોઈએ. જે દેશના 50% લોકોને આવરી લેવાશે અને 2021ના અંત સુધીમાં દેશના 70-75% લોકોને વેકસીન આપી દેવાય તો પછી જીત અને જીત જ હશે.


Related News

Loading...
Advertisement