દેશમાં કોરોનાના નવા કેસ ત્રણ લાખ નજીક

21 April 2021 11:47 PM
India
  • દેશમાં કોરોનાના નવા કેસ ત્રણ લાખ નજીક

વાઈરસનો હાહાકાર- વધુ 2023ના મોત: 1.67 લાખ દર્દી સ્વસ્થ બન્યા: મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ, ઉતરપ્રદેશમાં સ્ફોટક સ્થિતિ

નવી દિલ્હી તા.21
કોરોના મહામારીની બીજી લહેર અતિ ગંભીર થતી જાય છે. દેશમાં પહેલીવાર 2 લાખ 94 હજાર નવા કેસ નોંધાયા છે અને બે હજારથી વધુ મૃત્યુ થયા છે. મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ અને દિલ્હીમાં હાલત ખૂબ ચિંતાજનક છે. એક દિવસમાં 2,95,041 નવા દર્દી અને 2023 લોકોના મોત સાથે એકટીવ કેસનો આંકડો 21,57,538 લાખને પાર થયો છે.


ગત મોડીરાત્રે જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાવા સાથે 1,67,457 દર્દી સાજા પણ થયા છે. સૌથી વધુ મૃત્યુમાં મહારાષ્ટ્રમાં 519, દિલ્હીમાં 227, છતીસગઢમાં 191, ઉતરપ્રદેશમાં 162, કર્ણાટકમાં 129, ગુજરાતમાં 121, મધ્યપ્રદેશમાં 77 લોકો સામેલ છે.


દેશમાં કુલ કેસનો આંકડો 1 કરોડ 56 લાખ, 9 હજારને પાર થયો છે. તેમાંથી કુલ 1 કરોડ 32 લાખ 76 હજાર દર્દી સ્વસ્થ થયા છે. આજ સુધીમાં 1,82,553 લોકોના મોત થયા છે તો એકટીવ કેસ 21,50,119 છે. સોમવારે દેશમાં કુલ 15,19,486 મળી. આજ સુધીમાં 27 કરોડથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.


મહારાષ્ટ્રમાં 62 હજારથી વધુ નવા કેસ ઉપરાંત કેરળમાં 20 હજાર, દિલ્હીમાં 28 હજાર કેસ નોંધાયા છે. ગોવામાં પહેલી વખત એક હજારથી વધુ (1160) કેસ નોંધાયા છે અને 26ના મોત થયા છે. તેલંગાણા સરકારે નાઈટ કર્ફયુ અને રાજસ્થાનમાં તા.3 સુધી લોકડાઉન જેવા નિયંત્રણો મુકાયા છે.


ઝારખંડમાં તા.22થી29 એપ્રિલ સુધી લોકડાઉન મુકાયુ છે. મુખ્યમંત્રી હેમંત સોરેને સુરક્ષા સ્ટાફનું નામ આપ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં 13.01 કરોડ લોકોને વેકસીન અપાઈ ગઈ છે.


Related News

Loading...
Advertisement