હે ભગવાન: મુંબઈમાં કોરોનાગ્રસ્ત જીવિત દર્દીને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો !

21 April 2021 11:52 PM
Maharashtra
  • હે ભગવાન: મુંબઈમાં કોરોનાગ્રસ્ત જીવિત દર્દીને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો !

ભાજપના પ્રવક્તા સુરેશ નાખુઆએ ટવીટર પર વીડિયો શેર કર્યા બાદ હોબાળો: પીપીઈ કિટમાં પેક કરેલી વ્યક્તિને સ્મશાને લઈ જતી વખતે તેણે આંખ ખોલીને માથું હલાવ્યું !

મુંબઈ, તા.21
મહારાષ્ટ્ર-ભાજપના પ્રવક્તા સુરેશ નાખુઆએ ટવીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો સાથે તેમણે દાવો કર્યો કે મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારી એક જીવિત વ્યક્તિને સ્મશાનમાં પહોંચી ગયા છે. આ સાથે જ તેમણે લખ્યું મને લાગી રહ્યું છે કે મહાવસૂલી અઘાડી સરકાર દ્વારા અંતિમ સંસ્કાર કેન્દ્રો પાસેથી મહાવસૂલી કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે ! ઉલ્લેખનીય છે કે જે વીડિયો વાયરલ થયો છે તેમાં દેખાઈ રહ્યું છે એક વ્યક્તિને પીપીઈ કિટ પહેરાવીને સ્મશાન લઈ જવાય છે પરંતુ અચાનક જ તે વ્યક્તિ આંખ ખોલીને માથું હલાવવા લાગે છે !


આ વીડિયો બાદ મહાપાલિકાએ ટવીટ કરતાં નાખુઆને સવાલો પૂછયા હતા. મુંબઈએ એવું જણાવવા કહ્યું કે આ વીડિયો ક્યાંનો છે અને આશ્ર્વાસન આપ્યું કે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ મહાપાલિકાએ અન્ય એક ટવીટમાં લખ્યું કે આ વીડિયો ક્યાંથી આવ્યો તેની તપાસ થવી જોઈએ. વીડિયોમાં સ્થાન અને સત્યતા વિશે કોઈ જ સચોટ માહિતી મળી રહી નથી એટલા માટે આ મુદ્દે સાચી જાણકારીની રાહ જોવાઈ રહી છે.


મહાપાલિકાના આ ટવીટ બાદ સુરેશ નાખુઆએ પલટવાર કરતાં કહ્યું કે પ્રિય બીએમસી, કૃપા કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. મારી મહાપાલિકા સાથે ફોન પર નહીં પરંતુ વોટસએપ ઉપર વાત થઈ છે. બીજું કે સ્થાન વિશે હું નિશ્ર્ચિત નથી પરંતુ હું તપાસ કરી રહ્યો છું અને જેવી કશીક ખબર પડશે એટલે હું અવશ્ય જણાવીશ પરંતુ અત્યારે મહાપાલિકાએ લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ.


Related News

Loading...
Advertisement