રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં 30 એપ્રિલ સુધી દસ્તાવેજ નોંધણી કામગિરી બંધ

21 April 2021 11:58 PM
Rajkot Saurashtra
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં 30 એપ્રિલ સુધી દસ્તાવેજ નોંધણી કામગિરી બંધ

રાજકોટ-જામનગર-ભાવનગર-જુનાગઢ-સુરેન્દ્રનગર જિલ્લાઓમાં સબ રજીસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા અંતે આદેશ

રાજકોટ તા. 21
રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઇ દસ્તાવેજ નોંધણીની કામગીરી 30 એપ્રીલ સુધી બંધ રાખવાનો હુકમ નોંધણી સર નિરિક્ષક ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.


રાજકોટ
કોરોના મહામારી હાલ દિવસે દિવસે રૌદ્ર સ્વરુપ ધારણ કરતી જાય છે. ઉપલેટા શહેર અને તાલુકામાં પણ કોરોનાના કેસો અને મૃત્યુ આંક સતત વધતા જાય છે. ઉપલેટા સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે ભીડ રહે છે. કચેરીનું મકાન ખુબ નાનુ હોય સામાજીક અંતર જાળવી કામગીરી શકય નથી. આવા સંજોગોમાં આવી ભીડ કચેરીના કર્મચારી, વકીલઓ, બોન્ડરાઇટરઓ, સ્ટેમ્પ વેન્ડરો તથા દસ્તાવેજ નોંધણી માટે આવતા પક્ષકારોના આરોગ્ય માટે હિતવહ નથી. આથી જાહેર આરોગ્ય અને સૌની સલામતીના હેતુ દસ્તાવેજ લખતા-ઘડતા તમામ વકીલઓ, બોન્ડરાઇટરઓ તથા સ્ટેમ્પ વેન્ડરો દ્વારા તા. 19/4/21 ના રોજ સર્વાનુમતે નીર્ણય કરેલ છે કે તા. 22/4/21 થી તા. 30/4/21 સુધી દસ્તાવેજ નોંધણી અને અન્ય કામગીરી સ્વૈચ્છીક રીતે બંધ રાખી તમામ કાર્યવાહીથી અળગા રહીશુ.


જામનગર
રાજયમાં કોવીડ-19 ની અસર જામનગર શહેરમાં વધારે વર્તાઇ રહી છે. આ બાબતની ગંભીરતા ધ્યાને લેતા સંદર્ભ-1 ના પત્રથી નોંધણી નીરીક્ષક જામનગરના અહેવાલ મુજબ શરુ સેકશન રોડ ઉપર મહેસુલ સેવા સદન બીલ્ડીંગમાં આવેલ સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-1 થી 4 કાર્યરત છે. જે કચેરીમાં 3-સબ રજીસ્ટ્રાર, ઓપરેટરો તથા પટ્ટાવાળા સહીત અન્ય 6 (છ) કર્મચારીઓની કોવીડ-19 રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. જેથી આવા સંજોગોમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી કરવી શકય ન હોય તેવું જણાવવામાં આવેલ છે. સબબ ઉકત હકીકત ધ્યાને લેતા શરુ સેકશન રોડ ઉ5ર મહેસુલ સેવા સદન બીલ્ડીંગમાં આવેલ સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-1 થી 4 ની દસ્તાવેજ અંગેની કામગીરી તા. 30/4/21 સુધી સંપુર્ણપણે બંધ રાખવા આથી હુકમ કરવામાં આવે છે.


ભાવનગર
ભાવનગર જીલ્લામાં કોરોના કેસો અને મૃત્યુ આંક પણ વધતો જાય છે ત્યારે આવી ગંભીર પરીસ્થીતીમાં નોંધણી કચેરીમાં રોજ બરોજના કામકાજ માટે માણસોની ભીડ એકઠી કરવી એ નોંધણી અધીકારી, કચેરીનો સ્ટાફ તેમજ વકીલઓ તેમજ અન્ય વ્યકિતઓ માટે હીતાવહ નથી માટે ત્યારે આવી પરીસ્થીતીમાં સૌની સલામતી અને સાવચેતી માટે ક્ધવેયન્સ પ્રેકટીસનરના તમામ વકીલઓ તા. 21/4/21 થી 30/4/21 સુધી નોંધણીની કાર્યવાહી તથા અન્ય કાર્યવાહી સ્વૈચ્છીક રીતે સદંતર બંધ રાખી તમામ કાર્યવાહીથી અળગા રહીશુ.


સુરેન્દ્રનગર-વઢવાણ
સુરેન્દ્રનગર-વઢવાણ મધ્યે ડોકયુમેન્ટ રજીસ્ટ્રેશનની પ્રેકટીસ કરતા વકીલઓની વર્ચ્યુલ મીટીંગ તા. 19/4/21 ના રોજ થયેલ અને તેમાં નકકી થયા મુજબ હાલની ચાલતી કોરોના મહામારીના અનુસંધાને જેમાં વકીલઓ, સબ-રજીસ્ટ્રારનો સ્ટાફ તેમજ અસીલોના સ્વાસ્થયના હિતને ધ્યાનમાં રાખી સર્વાનુમતે નકકી કરવામાં આવેલ છે કે કોરોનાની મહામારીના કારણે તા. 20/4/21 થી તા. 25/4/21 સુધી સુરેન્દ્રનગર અને વઢવાણ સબ રજીસ્ટ્રાર કચેરીમાં પ્રત્યક્ષ રીતે હાજર રહી તમામ પ્રકારના દસ્તાવેજોની નોંધણીની કાર્યવાહી મુલતવી રાખવાનું નકકી કરવામાં આવે છે.


Related News

Loading...
Advertisement