પ.બંગાળમાં આખરી બે તબકકાનું મતદાન હવે એક સાથે યોજવા તૈયારી

22 April 2021 12:50 AM
India Politics
  • પ.બંગાળમાં આખરી બે તબકકાનું મતદાન હવે એક સાથે યોજવા તૈયારી

ચૂંટણી ફરજ પરના અધિકારી-કર્મચારીઓ પણ કોરોના સંક્રમીત બનવા લાગ્યા: પંચની ચિંતા વધી

નવી દિલ્હી: દેશમાં વધતા જતા કોરોનાના સંક્રમણમાં હાલ ચૂંટણીમાં જઈ રહેલા પશ્ર્ચિમ બંગાળમાં પણ નવા રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા અને તેથી રાજયમાં અંતિમ તબકકાની ચૂંટણીના બે તબકકાનું મતદાન એક જ સાથે યોજવામાં આવે તેવી ધારણા છે. રાજયમાં અંતિમ ત્રણ તબકકાનું મતદાન બાકી રહ્યું છે અને રાજયના મુખ્યમંત્રી મમતા બેનરજીએ હવે આ ત્રણેય તબકકાનું મતદાન એક જ સાથે કરવાની માંગ કરી છે. રાજયમાં હવે તા.22-26-29 એપ્રીલના રોજ મતદાન છે જેમાં તા.26 અને 29નું મતદાન એક સાથે જ યોજવાની શકયતા છે. મુખ્ય ચૂંટણી કમિશ્ર્નરે આ અંગે પ.બંગાળના ચૂંટણી અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી અને આજે નિર્ણય લેવાઈ શકે છે. પ.બંગાળમાં આઠમાં તબકકાનું મતદાન સાતમા તબકકા સાથે જોડી શકાશે. જો કે મતગણતરીની તારીખ યથાવત રહેશે. રાજયમાં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ અને અર્ધ લશ્કરી દળો પણ પોઝીટીવ થવા લાગ્યા છે તેની ચિંતા વધુ છે.


Related News

Loading...
Advertisement