રસીકરણ નિયંત્રણનાં સમયમાં કોરોના વધુ ભૂરાયો: નવા 2397 કેસ

22 April 2021 01:32 AM
Saurashtra
  • રસીકરણ નિયંત્રણનાં સમયમાં કોરોના વધુ ભૂરાયો: નવા 2397 કેસ

રાજકોટ જીલ્લામાં 850 પોઝીટીવ કેસનો નવો રેકોર્ડ: જામનગર, ભાવનગર, જુનાગઢ, કોર્પોરેશન વિસ્તારોમાં સંક્રમણ વધુ વકર્યું, અમરેલી જીલ્લામાં નવા 122 કેસથી ફફડાટ: કચ્છમાં 29 ડીસ્ચાર્જ દર્દીઓ સામે 176 પોઝીટીવ કેસ: રાજકોટ-66 જામનગર-80 દર્દીના મોત: ખાનગી-સરકારી કોવીડ હોસ્પીટલો ફૂલ

રાજકોટ તા.21
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાની લહેરમાં રાજકોટ સહીતનાં જીલ્લાઓમાં પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થતાં ખાનગી-સરકારી હોસ્પીટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં બેડ ફૂલ થતા દર્દીઓને ફરજીયાત હોમ આઈસોલેશન રહી કોરોના સામે જંગ લડી રહ્યા છે. સૌરાષ્ટ્રભરમાં કોરોના વેકસીન રસીકરણ સાથે પોઝીટીવ કેસની સરખામણીએ ડીસ્ચાર્જની સંખ્યા ઘટી રહી છે. સાથે અનેક જીલ્લાઓમાં મૃત્યુ આંક વધી રહ્યો છે.
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં નવા 2397 પોઝીટીવ કેસ સામે 1183 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.


રાજકોટ જીલ્લામાં 764 શહેર 86 ગ્રામ્ય કુલ 850, જામનગર 324 શહેર 159, ગ્રામ્ય કુલ 483 ભાવનગર 165 શહેર 122 ગ્રામ્ય કુલ 287, જુનાગઢ 89, શહેર 73 ગ્રામ્ય કુલ 162, અમરેલી 122, સુરેન્દ્રનગર 76, મોરબી 74, દ્વારકા 62, ગીર સોમનાથ 49, પોરબંદર 42, બોટાદ 14 અને કચ્છ 176, સહીત 2397 પોઝીટીવ કેસ નોંધાયા છે.જયારે રાજકોટ 631, જામનગર 159, ભાવનગર 96, જુનાગઢ 101, અમરેલી 88, સુરેન્દ્રનગર 17, મોરબી 30, ગીર સોમનાથ 20, પોરબંદર 12, બોટાદ 3, અને કચ્છ 29 સહીત 1183 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.રાજકોટ 66, જામનગર 80, જુનાગઢ 12,અમરેલી 17, મોરબી 8, પોરબંદર 3, ગીર સોમનાથ 4, દર્દીનાં મોત નોંધાયા છે.
રાજયમાં નવા 12206 પોઝીટીવ દર્દીઓ સામે 4339 દર્દીઓ સ્વસ્થ થયા છે.રાજયનો રીકવરી રેટ 80.82 ટકા નોંધાયો છે.
રાજકોટ
રાજકોટ જીલ્લામાં કોરોના-સંક્રમણ વધુને વધુ ઘાતક બની રહ્યું છે. રાજકોટ શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પીટલોમાં રાજકોટ ઉપરાંત આસપાસનાં જીલ્લાનાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સૌરાષ્ટ્રભરમાં સૌથી વધુ પોઝીટીવ કેસ રાજકોટ જીલ્લામાં નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમ્યાન 850 પોઝીટીવ કેસ સામે 631 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.764 શહેર અને 86 મળી 850 પોઝીટીવ કેસ સાથે શહેરનો કુલ આંક 28146 અને ગ્રામ્ય 9028 મળી કુલ 37174 કેસ નોંધાયા છે. હાલ 5029 શહેર અને 588 ગ્રામ્ય સહીત 5617 દર્દીઓ સારવાર હેઠળ છે. જીલ્લાનો પોઝીટીવ 5.44 ટકા નોંધાયો છે.સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં તમામ જીલ્લાઓમાં કોરોના સંક્રમણ બેકાબુ બનતા સ્વૈચ્છીક લોકડાઉન થકી કોરોના સામે લડત ચાલુ છે. આરોગ્ય તંત્રનાં તબીબો-સ્ટાફ અથાગ પરિશ્રમ ઉઠાવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement