ઓટીટી પ્લેટફોર્મની દુનિયામાં ઓલ્ટ બાલાજીએ ચાર વર્ષ પુરા કર્યા

22 April 2021 02:09 AM
Entertainment Top News
  • ઓટીટી પ્લેટફોર્મની દુનિયામાં ઓલ્ટ બાલાજીએ ચાર વર્ષ પુરા કર્યા

ડિઝીટલ સ્ટોરી ટેલીંગના આ માધ્યમને એક મુકામ સુધી પહોંચાડવા બદલ દર્શકોનો આભાર: એકતાકપુર

મુંબઈ તા.21
ટીવીના ટચુકડા પરદે વર્ષોથી પોતાનો સિકકો જમાવનાર એકતાકપુરના ઓલ્ટ બાલાજીએ ઓટીટી પ્લેટફોર્મની દુનિયામાં ચાર વર્ષ પુરા કર્યા છે જેને પગલે ઉત્સવનો માહોલ છે. ઓટીટી પ્લેટફોર્મ પર ઓલ્ટ બાલાજીએ મનોરંજનની દુનિયામાં એક અલગ ઈતિહાસ રચ્યો છે.

મહામારી દરમિયાન પણ ઓટીટી બાલાજીએ સૌને મનોરંજનનો ડોઝ આપ્યો છે. 2019માં ઓલ્ટ બાલાજીએ પોતાની સફળ ક્રાઈમ થ્રીલર ‘અપહરણ’ લોંચ કરી હતી. ઓલ્ટ બાલાજીએ 2020માં ભવ્ય શો ‘પૌરુષપુર’ વર્ષના અંતમાં લોન્ચ કર્યો હતો. ઓલ્ટ બાલાજીએ અનેક શાનદાર ઓરીજીનલ સાઉન્ડ ટ્રેકસ પણ આપ્યા છે,

ખાસ કરીને વેબ સીરીઝની દુનિયામાં જેમાં અસર કૌરની ગલિયા ખેબાકી શોથી, ધ મેરીડ વુમનનો ટાઈટલ ખાસ રહ્યો છે. ઓલ્ટ બાલાજીને તેના બેમિસાલ કામ માટે અનેક એવોર્ડથી સન્માનવામાં આવ્યા. એકતાકપુરને ક્ધટેન્ટની રાણી માનવામાં આવી. આ સિવાય બોલ્ટ બોલાજીને ઈટી નાઉ બિઝનેસ એવોર્ડસમાં ડિઝીટલ કંપની ઓફ યર માનવામાં આવી હતી. ઓલ્ટ બાલાજીની ચોથી વર્ષગાંઠ નિમિતે ક્ધટેન્ટની કવીન એકતાકપુરે જણાવ્યું હતું કે ભારતીય દર્શકો આપનો ખૂબ આભાર.

અમને સપોર્ટ આપવા માટે અને ડિઝીટલ સ્ટોરી ટેલીંગના આ માધ્યમમાં એક મુકામ સુધી પહોંચાડવા માટે અમે ભારતીય દર્શકો માટે મનોરંજક અને નવી કથાઓ લાવવાનો વાયદો કરીએ છીએ. આ વર્ષે 25-30 શોઝ લોંચ થશે. પંચબીટ સીઝન-2, બ્રોકન બટ બ્યુટીફુલ-3, મૈં હીરો બોલ રહા હુ જેવા શો લોન્ચ થઈ રહ્યા છે.


Related News

Loading...
Advertisement