22 વર્ષના ભત્રીજાએ વેકિસન લીધાનો ફોટો શેર કરતા ચાચા ફડનવિસે ખુલાસા કરવા પડયા!

22 April 2021 02:11 AM
India Top News
  • 22 વર્ષના ભત્રીજાએ વેકિસન લીધાનો ફોટો શેર કરતા ચાચા ફડનવિસે ખુલાસા કરવા પડયા!

કોંગ્રેસના પૂર્વ સીએમને સવાલ-આપનો ભત્રીજો ફ્રન્ટલાઈન વર્કર છે? : યુઝર્સે ‘ચાચા વિધાયક હૈ હમાર” સીરીઝનો ફોટો શેર કર્યો

મુંબઈ તા.21
મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસનાં ભત્રીજા તન્મય ફડનવીસ કોરોના વેકિસનની લગાવ્યાનો ફોટો વાઈરલ કરતાં સવાલો ઉભા થયા છે. કારણ કે તન્મયની વય માત્ર 21-22 વર્ષ દેખાડાઈ રહી છે.

તન્મયનો આ વિડીયો વાઈરલ થતાં સોશ્યલ મિડિયામાં લોકો વેબસીરીઝ ‘ચાચા વિધાયક હે હમાર’નો ફોટો શેર કરીને મજાક ઉડાવી રહ્યા છે જેને પગલે ચાચા ફડનવીસને ખુલાસા કરવા પડયા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વેકિસનેશન 45 વર્ષથી વધુ વયના લોકો માટે નકકી થયુ છે. ત્યારે ફડનવીસના ભત્રીજાએ વેકિસન લેતા સવાલો ઉભા થયા છે.મહારાષ્ટ્ર કોંગ્રેસે આ મામલે ફડનવિસ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે આપનો ભત્રીજો શું આરોગ્ય કર્મચારી છે?

ફ્રન્ટલાઈન વર્કર છે શું? શું ભાજપ પાસે રેમડેસીવીર જેમ રસીનો ગુપ્ત જથ્થો છે? વિપક્ષોનાં પ્રહારનાં પગલે ફડનવીસને ખુલાસાના મોડમાં આવી જવુ પડયુ હતું તેમણે કહ્યું કે તન્મય મારા દુરનો સંબંધી છે. મને ખબર નથી કે તેને કયા માપદંડથી રસી મળી છે. જો તેને ગાઈડલાઈન મુજબ રસી મળી છે તો વાંધો નથી પણ ભંગ થયો હોય તો આ ખોટુ છે. મારી પત્નિ અને દીકરીની પણ રસી નથી મુકાઈ કારણ કે તે તેને યોગ્ય નથી.તન્મયે પહેલો ડોઝ મુંબઈમાં અને બીજો ડોઝ નાગપુરમાં લીધો છે.


Related News

Loading...
Advertisement