ઈન્ડીયન આઈડલ-12 ના આગામી એપિસોડમાં બ્યુટી કવીન જયાપ્રદા

22 April 2021 02:22 AM
Entertainment
  • ઈન્ડીયન આઈડલ-12 ના આગામી એપિસોડમાં બ્યુટી કવીન જયાપ્રદા

સ્પર્ધકો એક જમાનાની નૃત્યની દેવી જયાપ્રદાની ફિલ્મોનાં હિટ ગીતો રજુ કરશે

મુંબઈ: ઈન્ડીયન આઈડલ-12 ના આગામી વીક એન્ડ એપિસોડમાં એક જમાનાની રૂપેરી પડદાની નમણી એકટ્રેસ જયાપ્રદા મહેમાન બનશે. સ્પર્ધકો માટે જયાપ્રદા સાથેની આ એક અવિસ્મરણીય નાઈટ રહેશે. આ તકે સ્પર્ધકો જયાપ્રદાની અગાઉની ફિલ્મનાં સુપરહીટ ગીતો ગાઈને જયાપ્રદા પ્રત્યે પ્રેમ વ્યકત કરશે.

જજ નેહા કકકર, વિશાલ ડડલાની, અને હિમેશ રેશમીયા પણ શોમાં જયાપ્રદાને આવકારવા ઉત્સાહીત છે.એન્કર જય ભાનુશાલી જયાપ્રદાનાં સાથે સંવાદ કરીને તેમના જીવનના યાદગાર પ્રસંગો ઉજાગર કરશે.

શ્રીદેવી અને માધુરી દિક્ષિત રૂપેરી પરદે આવ્યા તે પહેલા જયાપ્રદા રૂપેરી પરદે નૃત્યની દેવી તરીકે ઓળખાતા હતા.એ દિવસોમાં લોકપ્રિયતાની ટોચે રહેલ જયાપ્રદા સાથેની જોડી લોકપ્રિય હતી. તોહફા ફિલ્મના જયાપ્રદાનાં જીતેન્દ્ર સાથેનાં ગીતો હીટ થયા હતા. આ ગીતોનાં તાલે પ્રેક્ષકો થિરકતા હતા.


Related News

Loading...
Advertisement