હવે લોકડાઉન નહી લાદો તો મોડુ થઈ જશે: તબીબોની ચેતવણી

22 April 2021 04:29 AM
India
  • હવે લોકડાઉન નહી લાદો તો મોડુ થઈ જશે: તબીબોની ચેતવણી

ઈન્ડીયન મેડીકલ એસો. સહિતના સંગઠનોની હાઈકોર્ટમાં રજુઆત : સંક્રમણ વધતુ જાય છે: સરકારના નિયંત્રણો અસરકારક રહ્યા નથી: દરેક જીલ્લામાં ટેસ્ટીંગ સેન્ટર પણ નથી: આઈએમએ : વિવિધ વેપારી સંગઠનો પણ 15 દિવસના લોકડાઉનની તરફેણમાં અમો કમાઈ લેશુ: પહેલા લોકોના જીવન બચાવો

નવી દિલ્હી
દેશમાં કોરોનાની નવી લહેરની તિવ્રતા અને રોજ 2000 થી વધુના મોત છતા પણ લોકડાઉન નહી લાદવાના કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન નહી લાદવાના નિર્ણયથી હવે ઈન્ડીયન મેડીકલ એસો. સહીતના તબીબી જગત અને વ્યાપાર ઉદ્યોગ સંગઠનોએ તિવ્ર નારાજગી દર્શાવીને સરકારની ચિંતા અર્થતંત્રની હોય તો પણ જીવન તેના કરતા વધુ મહત્વનું છે તેવું નથી. લોકડાઉન લાદવા માટે વિનંતી કરી છે.

ઈન્ડીયન મેડીકલ એસો. ગુજરાત દ્વારા રાજયની હાઈકોર્ટમાં આ અંગે રજુઆત કરી જ હતી અને બે સપ્તાહના લોકડાઉનની આવશ્યકતા દર્શાવી હતી. ઈન્ડીયન મેડીકલ એસો.ના ગુજરાત ચેપ્ટરના વડા ડો. દેવેન્દ્ર પટેલે હાઈકોર્ટમાં જણાવ્યું કે જો સરકાર લોકડાઉન લાદવા માંગતી ન હોય તો પછી હાઈકોર્ટ કેટલાક નિયંત્રણો પર વિચારવું જોઈએ. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથ તથા જસ્ટીસ ભાર્ગવ કારીયાની ખંડપીઠ સમક્ષ ઓનલાઈન સુનાવણીમાં આ તર્ક રજુ કર્યો હતો.

તેઓએ કહ્યું કે સરકારે તમામ પ્રકારના મેળાવડા કે એકત્રીકરણને પ્રતિબંધીત કરવી જોઈએ પછી તે ધાર્મિક, સામાજીક કે રાજકીય હોય તેનું મહત્વ નથી અને જો શકય હોય તો 14 દિવસનું પૂર્ણ લોકડાઉન લાદવું જોઈએ. જો કે સરકાર વતી ધારાશાસ્ત્રી મનીષ શાહે કહ્યું કે લોકડાઉનનો નિર્ણય તલવારની ધાર પર ચાલવા જેવો છે. વિવિધ વ્યાપારી સહિતના સંગઠને સ્વૈચ્છીક લોકડાઉન લાદી રહ્યો છે અને અનેકે તેના કામકાજના કલાકો ઘટાડયા છે.

સરકાર જે સંક્રમણના આંકડા રજુ કરે છે તેનો કોઈ ખબર નથી. દરેક જીલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટના સેન્ટર છે તે વાત સાચી નથી. હોસ્પીટલોમાં તો ઓકસીજનની તંગી છે જ પણ હોમ કોરન્ટાઈન દર્દીઓને ઓકસીજન માટે કઈ વ્યવસ્થા છે તે નિશ્ર્ચિત નથી. જયારે રાજયમાં 20% દર્દીઓ હોમ કોરન્ટાઈન છે. રેમડેસીવીર અંગે સરકાર તબીબોના નિર્ણયને પડકારી શકે નહી. ઓકસીજન સંખ્યા અંગે ઉત્પાદકોની દવા પર તંત્ર છે.

સરકાર લોકો એકત્ર ના થાય તે માટે કલમ 144નો ઉપયોગ કરે છે તે વાસ્તવમાં બ્લડર છે. કયાંય તેની અસર નજરે પડતી નથી. કોરોનામાં યોદ્ધાઓના મૃત્યુમાં ફકત 287 કરોડ મંજુર થયા છે. રાજયના ન્યાયતંત્રના 122 જૂથો સંક્રમીત બન્યા છે. અમદાવાદ મેડીકલ એસો.ના ડો. કિરીટ ગઢવી કહે છે કે કોરોના મ્યુટેશન થતા તેની સંક્રમણ શક્તિ વધી છે. જેના કારણે કોરોનાના કેસ વધ્યા છે.

તમામ તબીબો આ મંતવ્ય આપે છે અને તેની હાલ બહુ જરૂરી હોય તેવા જ ઉદ્યોગોને ચાલુ રાખવાની મંજુરી સાથે લોકડાઉન લાદવું જેઈએ. સુરત જે કોરોનાનું નવું હોટસ્પોટ છે તે મહાનગરના મેડીકલ એસો. દ્વારા પણ ચેતવણીના સ્વરમાં કહ્યું કે હવે લોકડાઉન લાદવા માટે યોગ્ય સમય છે તા.1 મે થી વેકસીનેશન શરૂ થશે અને તે પુર્વે કેસ પર નિયંત્રણ મેળવીને સરકાર સફળતા મેળવી શકે છે.


Related News

Loading...
Advertisement