જરૂર પડે ત્યારે લોકડાઉન અંગે વિચારશુ: મુખ્યમંત્રીની સાફ વાત

22 April 2021 04:53 AM
Ahmedabad Gujarat Top News
  • જરૂર પડે ત્યારે લોકડાઉન અંગે વિચારશુ: મુખ્યમંત્રીની સાફ વાત

હાલ કોઈ ચર્ચા ચાલતી નથી: વિજયભાઈ

ગાંધીનગર તા.21
રાજયમાં સ્થિતિ ચકાસીને યોગ્ય સમયે લોકડાઉન અંગે નિર્ણય લેવાશે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે. ગઈકાલે દાહોદ હોસ્પીટલની મુલાકાત બાદ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, હાલ સરકારે આવી કોઈ વિચારણા કરી નથી. આ વખતે કોરોના પુરા પરિવારોને સંક્રમીત કરી રહ્યો છે. ટેસ્ટ દોઢ ગણા અને બેડ 78 હજાર કરાયા છે. હાલ લોકડાઉનની કોઈ વાત નથી. 20 શહેરોમાં 10 કલાકનો કર્ફયુ ચાલી રહ્યો છે. જયાં કેસ વધશે ત્યાં કર્ફયુ મુકાશે. તા.25, 26, 27 લગ્નગાળો છે તેમાં વધુ ભીડ થાય તો પોલીસ અધિકારી સામે પગલા લેવાશે.


Related News

Loading...
Advertisement