પિતા મૃત્યુ પામ્યા’ને કલાકો વીતી ગયા છતાં પુત્ર વાત કરવા માટે લાઈનમાં ઉભો હતો; ‘સાંજ સમાચાર’નો વીડિયો જોઈ ખબર પડી !

22 April 2021 05:07 AM
Rajkot Top News
  • પિતા મૃત્યુ પામ્યા’ને કલાકો વીતી ગયા છતાં પુત્ર વાત કરવા માટે લાઈનમાં ઉભો હતો; ‘સાંજ સમાચાર’નો વીડિયો જોઈ ખબર પડી !
  • પિતા મૃત્યુ પામ્યા’ને કલાકો વીતી ગયા છતાં પુત્ર વાત કરવા માટે લાઈનમાં ઉભો હતો; ‘સાંજ સમાચાર’નો વીડિયો જોઈ ખબર પડી !
  • પિતા મૃત્યુ પામ્યા’ને કલાકો વીતી ગયા છતાં પુત્ર વાત કરવા માટે લાઈનમાં ઉભો હતો; ‘સાંજ સમાચાર’નો વીડિયો જોઈ ખબર પડી !
  • પિતા મૃત્યુ પામ્યા’ને કલાકો વીતી ગયા છતાં પુત્ર વાત કરવા માટે લાઈનમાં ઉભો હતો; ‘સાંજ સમાચાર’નો વીડિયો જોઈ ખબર પડી !

કરુણતાની હદ આના કરતાં વધુ કંઈ ન હોઈ શકે ! નીંભર તંત્રને ક્યારે ભાન આવશે ? : ‘સાંજ સમાચાર’ દ્વારા સોશ્યલ મીડિયા પર પ્રસારિત કરાયેલો વીડિયો જોઈને પુત્રને જાણ થઈ કે તેના પિતા હવે નથી રહ્યા: સિવિલ હોસ્પિટલ કે સમરસ દ્વારા મૃત્યુ થયાની જાણ કરવાની પણ તસ્દી ન લેવાઈ : મૃતકના પુત્ર અને પુત્રવધૂએ વીડિયોથી વાસ્તવિકતાના થયેલા ખુલાસા બદલ ‘સાંજ સમાચાર’નો આભાર માન્યો: મૃતકના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ : મૃતકના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ

રાજકોટ, તા.21
રાજકોટમાં જેમ જેમ કોરોનાના કેસ અને મૃત્યુ વધી રહ્યા છે તેમ તેમ સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલના સ્ટાફની બુદ્ધિ પણ ભ્રષ્ટ થવા લાગી હોય તેવો તાલ સર્જાઈ રહ્યો છે. દર્દીના સ્વજનોને છેવટ સુધી ખબર જ નથી પડતી કે આખરે તેમનું દર્દી દાખલ ક્યાં હોય છે ? આ બધું બન્ને જગ્યાએ હાજર રહેલા સ્ટાફની અણ આવડતને કારણે જ બની રહ્યું છે. દરમિયાન એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે જોઈ-સાંભળીને લોકો રીતસરના ધ્રુજી જશે. શહેરના 65 વર્ષીય એક વૃદ્ધાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમને જ્યુસ આપવા અને ખબર-અંતર પૂછવા માટે પુત્ર કંટ્રોલ રૂમમાં રહેલી લાઈનમાં ઉભો હતો પરંતુ તેને તો ખબર જ નહોતી કે તેના પિતાનું કલાકો પહેલાં જ અવસાન થઈ ગયું છે !

તેને તેના પિતાના નિધનના અહેવાલ ‘સાંજ સમાચાર’ દ્વારા સોશ્યલ મીડિયા પર પ્રસારિત કરાયેલો વીડિયો જોયા બાદ મળ્યા હતા અને પોતાના પિતાના મૃતદેહને વીડિયોમાં જોઈને પુત્ર ભાંગી પડ્યો હતો અને સિવિલ તેમજ સમરસ હોસ્ટેલના ‘નવશીખીયા’ સ્ટાફને રીતસરની હાય આપવાનું શરૂ કર્યું હતું. આ અંગે કોઠારિયા રોડ, શેરી નં.2માં આવેલા ગોકુલ પાર્કમાં ‘અભિલાષ’ નામના મકાનમાં રહેતાં હિમાંશુ બાબુલાલ અગ્રાવત અને તેમના પત્ની દક્ષાબેન અગ્રાવતે ‘સાંજ સમાચાર’ને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમના પિતા બાબુલાલ વલ્લભદાસ અગ્રાવત (ઉ.વ.65)ને તા.10ને શનિવારે બપોરે 4 વાગ્યે 9 મિનિટે અને 40 સેક્ધડે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. દાખલ કર્યા બાદ પાંચ વાગ્યા આસપાસ તેઓ ત્યાંથી ઘેર જવા નીકળી ગયા હતા.

બીજા દિવસે એટલે કે તા.11ને રવિવારે હિમાંશુભાઈ અને દક્ષાબેન સવાર 8:30 વાગ્યે સિવિલ હાસ્પિટલે પિતાને જ્યુસ આપવા અને ખબર-અંતર પૂછવા માટે હોસ્પિટલના પાછળના ગ્રાઉન્ડમાં વીડિયો કોન્ફરન્સ માટે કરાયેલા કંટ્રોલ રૂમ પાસે લાઈનમાં ઉભા રહી ગયા હતા. ત્રણ કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા પછી તેમનો વારો આવ્યો હતો અને તેમણે કાઉન્ટર ઉપર નામ નોંધાવ્યું હતું. સવારે 11:30 વાગ્યા સુધી તેમના પિતા વિશે કોઈ જ સમાચાર જાણવા મળ્યા નહોતા અને થોડી જ વારમાં કાઉન્ટર ઉપરથી પણ કહી દેવાયું હતું કે બાબુલાલ અગ્રાવત નામનું દર્દી સિવિલ હોસ્પિટલમાં મળી રહ્યું નથી એટલા માટે તમે થોડી વાર રાહ જુઓ...આ પછી બપોરે 12:30 વાગ્યા સુધી રાહ જોયા પછી પણ કોઈ સંપર્ક ન થતાં અમને શંકા ગઈ હતી.

હજુ આ અંગે અમે કશા નિર્ણય પર પહોંચીયે ત્યાં જ ‘સાંજ સમાચાર’ દ્વારા પ્રસારિત કરાયેલો વીડિયો અમારી પાસે આવ્યો હતા અને અમે તેમાં જોયું તો સમરસ હોસ્ટેલમાં મારા પિતાના શરીરને એમ્બ્યુલન્સ ડ્રાઈવર દ્વારા પમ્પીંગ કરવામાં આવી રહ્યું છે જેથી અમે તુરંત સમરસ હોસ્ટેલ ખાતે દોડી ગયા હતા અને ત્યાં જઈને જોયું તો મારા પિતા અવસાન પામ્યા હતા ! અહીં તપાસ કરતાં ધ્યાન પર આવ્યું કે મારા પિતા લાઈનમાં રહેલી એમ્બ્યુલન્સની અંદર જ મોતને ભેટ્યા છે. ત્યારબાદ અમે આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરતાં ધ્યાન પર આવ્યું કે શનિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ અમારી જાણ બહાર પિતાને બીજી હોસ્પિટલ એટલે કે સમરસ હોસ્પિટલમાં ઑક્સિજન વગરની એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા અને સમરસના કમ્પાઉન્ડમાં જ મારા પિતાનું અવસાન થયું હતું

જેની અમને હોસ્પિટલ તરફથી કે સમરસ દ્વારા કોઈ જ જાણ કરવામાં આવી નહોતી. આટલું ઓછું હોય તેવી રીતે સિવિલ દ્વારા પણ મારા પિતાને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવી રહ્યાની તસ્દી લેવાઈ નહોતી. આ અવસાન નહીં પરંતુ સિવિલ અને સમરસ હોસ્પિટલ દ્વારા નિપજાવાયેલી હત્યા હોવાથી અમે આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવશું. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષાબેન અગ્રાવત મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરે છે જ્યારે તેમના પતિ હિમાંશુ અગ્રાવત ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા છે.

‘તમે અહીં 24 કલાક કામ કરી બતાવો તો હું મુંછ મૂંડાવી નાખું’ RMO ચાવડાના મગજ પર ‘થાક’ની અસર દેખાવા લાગી !
‘સાંજ સમાચાર’ને આપેલી મુલાકાતમાં હિમાંશુ અગ્રાવત અને તેમના પત્ની દક્ષાબેન અગ્રાવતે જણાવ્યું હતું કે જ્યારે તેમણે આ અંગે રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ચાવડાને આ અંગે રજૂઆત કરી તો તેમણે એવો ઉડાઉ જવાબ આપ્યો હતો કે ‘તમે જૂઓ તો ખરા અહીં કેટલી ખરાબ હાલત છે, મૃતદેહોનો ઢગલો પડ્યો છે, એક વખત તમે 24 કલાક અહીં ઉભા રહીને કામ કરી બતાવો તો હું મુંછ મૂંડાવી નાખીશ.’ આવો જવાબ આપીને બન્નેને ત્યાંથી તગેડી મુક્યા હતા. ઉલ્લેખનીય છે કે આરએમઓ ચાવડાને મૃતદેહની સોંપણી સહિતની જવાબદારી સોંપવામાં આવી હોય તેઓ છેલ્લા ઘણા સમયથી અહીં કામ કરી રહ્યા હોવાને કારણે હવે તેમના મગજ ઉપર ‘થાક’ અસર કરવા લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે. ચાવડા પાસેથી વ્યવસ્થિત જવાબ નહીં મળતાં હિમાંશુ અને દક્ષાબેને એડિશનલ સુપ્રિ.ડો.હેતલ કિયાડાને આ અંગે રજૂઆત કરતાં ડો.કિયાડાએ માફી માંગીને કહ્યું હતું કે તમે આ વિશે લેખિત ફરિયાદ કરશો તો હું ચોક્કસ તપાસ કરાવીશ.

દર્દીઓ સિવિલમાંથી ક્યારે સમરસમાં ખસેડાઈ જાય છે તેની સ્વજનોને ખબર જ હોતી નથી !
સિવિલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ દાખલ થવા માટે આવતાં હોવાથી અનેક દર્દીઓને સમરસ હોસ્ટેલમાં ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. જો કે સિવિલ દ્વારા દર્દીને સમરસ હોસ્ટેલમાં ક્યારે દાખલ કરી દેવામાં આવે છે તેની કોઈ જાણકારી દર્દીના સ્વજનને આપવામાં આવતી નથી પરિણામે દર્દીના સગાઓ સિવિલ હોસ્પિટલમાં જ દર્દીના સાજા થવાની વાટ જોયા કરે છે અને દર્દી સાથે વાત કરવા માટે કંટ્રોલરૂમના પગથીયા ઘસ્યે રાખે છે. માંડ માંડ તેમનો વારો આવે એટલે તેમને ખબર પડે છે કે તેમનું સ્વજન તો સિવિલમાં નહીં સમરસમાં દાખલ છે !

વીડિયો સનસનાટી ફેલાવવા માટે નહીં પણ જાગૃતતા માટે જ પ્રસારિત કરાઈ રહ્યાનું વધુ એક વખત સાબિત થયું
‘સાંજ સમાચાર’ દ્વારા સમરસ હોસ્ટેલમાં લાગેલી એમ્બ્યુલન્સની કતારો અંગેનો વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જો કે આ પ્રકારના વીડિયો પ્રસારિત થાય એટલે તંત્ર અને સરકારી અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા આ રીતે વીડિયો વાયરલ ન કરવા સુફિયાણી સલાહો પણ આપવામાં આવે છે અને સાથે સાથે એમ પણ કહેવાય છે કે આ પ્રકારના વીડિયો પ્રસારિત કરવાથી લોકોમાં ગભરાટ ફેલાઈ રહ્યો છે પરંતુ વધુ એક વખત સાબિત થઈ ગયું છે કે આ પ્રકારના વીડિયો ગભરાટ કે સનસનાટી નહીં પરંતુ લોકોને ઘણા જ મદદગાર નિવડી રહ્યા છે.


Related News

Loading...
Advertisement