રાજયની 11 હોસ્પિટલમાં ઓકિસજન પ્લાન્ટ તૈયાર કરાશે : નીતિન પટેલની જાહેરાત

22 April 2021 05:19 AM
Ahmedabad Gujarat
  • રાજયની 11 હોસ્પિટલમાં ઓકિસજન પ્લાન્ટ તૈયાર કરાશે : નીતિન પટેલની જાહેરાત

કોરોનાના કારણે વધતી જતી માંગને પહોંચી વળવા તૈયારી

ગાંધીનગર તા.21
રાજ્યમાં વધતાજતા કોરોના સંક્રમણની બીજી લહેરમાં ઓક્સિજન આપવો પડે તેવા ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. જોકે આ અગાઉ રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 150 ટન ઓક્સિજન વપરાતો હતો. તેના બદલે અત્યારે ઓક્સિજન પર રાખવામાં આવતા દર્દીઓની સંખ્યા વધી રહી હોવાનો સ્વીકાર નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે કર્યો છે.

રાજ્યની 11 હોસ્પિટલોમાં ઓક્સિજન ઉત્પાદન કરતા પ્લાન્ટની વિગતો આપતાં આરોગ્ય મંત્રી નીતિન ભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન ની જરૂરિયાત વધી રહી છે. જેના કારણે આજે 700 ટન થી વધુ ઓક્સિજન દર્દીઓ માટે વપરાશમાં લેવો પડે છે. જોકે સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન નો પુરવઠો સતત જળવાઈ રહે તે માટેરાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ સરકારી 11 હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવાનો મહત્વનો નિર્ણય કર્યો હોવાની સ્પષ્ટતા કરી હતી.

આ મુદે આરોગ્ય મંત્રી નીતિનભાઈ એ જણાવ્યું હતું કે રાજ્યમાં કદાચ આ લહેર લાંબો સમય ચાલે અને તે દરમ્યાન ઓક્સિજન ની ખપત ન પડે તે માટે સરકારે નક્કી કરેલી 11 સરકારની હોસ્પિટલમાં પથારી ઓ ની સંખ્યા મુજબ વધારાનો ઓક્સિજન મળે તે માટે પ્લાન્ટ નંખાશે. અને આ પ્લાન્ટમાં હવા માંથી સીધો ઓક્સિજન બનાવી નવો શુદ્ધ ઓક્સિજન બનાવી દર્દી સુધી પહોંચાડવાનો પ્લાન્ટ બનાવવામાં આવશે. અને આ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં સૌથી મોટો પ્રતિ મિનિટે 2000 લીટર ઓક્સિજન બનાવતો પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે.

ઉપરાંત અમદાવાદ સોલા મેડિકલ કોલેજમાં 1200 લીટર વડોદરા ની જનરલ હોસ્પિટલમાં 900 લીટર ,પાટણ માં 700 લીટર ની કેપેસિટી વાળો પ્લાન્ટ બનશે.જયારે જૂનાગઢ ની જનરલ હોસ્પિટલમાં 700 લીટર,બોટાદ માં 700 લીટર,મહેસાણામાં 700 લીટર, લુણાવાડા માં 700 લીટર,પોરબંદર જનરલ હોસ્પિટલમાં 700 લીટર, સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલ માં 700 લીટર અને વેરાવળ ની જનરલ હોસ્પિટલમાં પણ 700 લીટર પર મિનિટ ઓક્સિજન નું ઉત્પાદન કરી શકે તેવા પ્લાન્ટ બનાવવાનો દાવો નીતિન ભાઈ પટેલે કર્યો છે.


Related News

Loading...
Advertisement