કોરોના યોદ્ધા માટેની રૂા.50 લાખના વિમા કવચની મુદત લંબાવાઈ

22 April 2021 06:23 AM
India
  • કોરોના યોદ્ધા માટેની રૂા.50 લાખના વિમા કવચની મુદત લંબાવાઈ

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વોરીયર્સને રૂા.50 લાખનું વિમા કવચ આપવાની જાહેરાત કરી હતી તેની મુદત હવે એક વર્ષ લંબાવી દીધી છે. ગઈકાલે જ આ મુદે કોરોના વોરીયર્સ વતી મુદત પુરી થઈ ગઈ હોવાથી વિમા કવચ અંગે પ્રશ્ર્ન ઉઠાવાયા હતા. તે બાદ કેન્દ્રના આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને રાત્રે જાહેરાત કરી કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ કોરોના હેલ્થ વર્કર્સને જે રૂા.50 લાખનું વિમા કવચ મળે છે તે તા.20 એપ્રિલથી એક વર્ષ લંબાવી દેવાયુ છે અને આ કવચ યથાવત રહેશે.


Related News

Loading...
Advertisement