યુપીમાં 18 વર્ષનાને કોરોના વેકસીન ‘ફ્રી’

22 April 2021 06:42 AM
India
  • યુપીમાં 18 વર્ષનાને કોરોના વેકસીન ‘ફ્રી’

નવી દિલ્હી તા.21 : યુપીમાં 18 વર્ષથી ઉ5રના લોકોને ‘ફ્રી’ માં વેકસીન આપવાનો નિર્ણય યોગી કેબીનેટમાં લેવામાં આવ્યો છે. તેમજ આગામી તા. 1 લી મે થી કોરોના વેકસીનની સુવીધા કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. આ તકે મુખ્યમંત્રી યોગીએ વડાપ્રધાનના આ નિર્ણયને આવકારતા જણાવ્યુ કે વધુ પડતી રસીકરણથી કોરોનાની આ મહામારી દુર થશે. ફ્રી માં વેકસીન આપવાના નિર્ણય અંગે મુખ્યમંત્રી યોગીએ જણાવ્યુ કે આ જ કારણે પ્રદેશ સરકારે 18 વર્ષથી ઉપરનાને ‘ફ્રી’ માં વેકસીન આપવાનો નીર્ણય કરવામાં આવેલ છે. આ સાથે વેકસીન સેન્ટર વધારવામાં આવશે. ડેટા બેઝ તૈયાર કરવો સાથે વેકસીનના ડોઝની જરુરીયાત પ્રમાણે તેનું ઉત્પાદનની સુવિધાઓ કરવામાં આવશે. આ તકે દરેક મંત્રીઓને જુદી જુદી જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેમજ યોગીએ દરેક જીલ્લાના કોરન્ટાઇન સેન્ટરના સંચાલકોને બહારથી આવતા નાગરીકોને રાહત આપવા જણાવ્યુ.


Related News

Loading...
Advertisement