દિલ્હીની જીટીબી હોસ્પીટલમાં ઓકસીજનનું ટેન્કર આવતા સૌના જીવમાં જીવ આવ્યો!

22 April 2021 06:44 AM
India
  • દિલ્હીની જીટીબી હોસ્પીટલમાં ઓકસીજનનું ટેન્કર આવતા સૌના જીવમાં જીવ આવ્યો!

500 દર્દીઓ માટે માત્ર ચાર કલાક ચાલે તેટલો જ ઓકસીજન બચ્યો હતો : દિલ્હીની અનેક હોસ્પિટલોમાં હાલ 10થી12 કલાક ચાલે તેટલો જ ઓકસીજનનો જથ્થો હોઈ સૌના જીવ અદ્ધર

નવી દિલ્હી તા.21
કોરોનાએ દેશવાસીઓને એવા તો કરુણ દ્દશ્યો દેખાડયા છે કે ઓકસીજનના સીલીન્ડર જોઈને દર્દીના જીવમાં જીવ આવે છે, રાજધાનીમાં ઓકસીજનની અછત અનુભવતી જીટીબી હોસ્પીટલમાં મોડી રાત્રે ઓકસીજનનું ટેન્કર પહોંચતા ડોકટરો ભાવુક થઈ ગયા હતા. અહીં 500 દર્દીઓ ઓકસીજનના સહારે જીવતા હતા અને ઓકસીજનનો જથ્થો કલાકો સુધી ચાલે એટલો જ હતો.

ઉલ્લખનીય છે કે રાજધાનીમાં ઓકસીજનની અછત બાદ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને મંગળવારે રાત્રે 10.30 વાગ્યે ટવીટ કરી જણાવ્યું હતું કે ગુરુ તંત્ર બહાદુર (જીટીબી) હોસ્પીટલમાં ઓકસીજનની ભારે કમી છે. જીટીબીમાં ફકત ચાર કલાક માટે જ ઓકસીજનનો પુરવઠો બચ્યો છે. અહી 500 દર્દીઓનો ઓકસીજનનો રીપોર્ટ પર સારવાર થઈ રહી છે. ટવીટમાં તેમણે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલને ટેગ કરીને લખ્યું કે તુરંત આ સમસ્યાના નિકાલ માટે ઓકસીજનનો પુરવઠો બહાલ કરવામાં આવે.

આ કરુણાજનક ઘટનાને રોકવા માટે ઓકસીજનની જરૂર છે. સ્વાસ્થ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીની અનેક હોસ્પીટલોમાં માત્ર 10થી12 કલાક ચાલે તેટલો જ ઓકસીજન બચ્યો છે. રોજના વપરાશની તુલનામાં દિલ્હીને ઘણો ઓછો ઓકસીજનનો પુરવઠો મળે છે. અલબત, મોડીરાત્રે જીટીબી હોસ્પીટલમાં ઓકસીજન ટેન્કર પહોંચતા સૌના જીવમાં જીવ આવ્યો હતો.


Related News

Loading...
Advertisement