કોરોના કાળમાં દુનિયામાં 483 દોષીઓને સજા એ મૌત

22 April 2021 06:47 AM
India World
  • કોરોના કાળમાં દુનિયામાં 483 દોષીઓને સજા એ મૌત

માત્ર ચાર ઈસ્લામિક દેશોએ 425 દોષીઓને મોતને ઘાટ ઉતાર્યા : મોતની સજા આપવામાં ઈરાન, ઈજીપ્ત, ઈરાક અને સાઉદી અરબ અગ્રેસર: કોરોનાનું બહાનુ ધરી ચીને મોતની સજાનો આંકડો જાહેર ન કર્યો: એમનેસ્ટી ઈન્ટરનેશનલનો ચોંકાવનારો રિપોર્ટ

રિયાધ: કોરોના વાયરસે છેલ્લા કેટલાંય સમયથી આખી દુનિયામાં કહેર મચાવ્યો છે. લાખો લોકોના મોત થયા છે તેમ છતાં કોરોના કાબુમાં નથી. તે બતાવે છે કે માણસ કુદરત સામે કેટલો લાચાર છે. તેમ છતાંય માણસે માણસ પ્રત્યેની ક્રુરતાને નથી છોડી, જીહા, કોરોના કાળમાં પણ દુનિયાના કેટલાંક દેશોએ મોટી સંખ્યામાં માનવીને મોતની સજાઓ ફરમાવી છે. મુખ્યત્વે ચાર એવા મુસ્લીમ દેશો છે. જેણે મોટી સંખ્યામાં મોતની સજા આપી છે તેવો એમનેસ્ટી ઈન્ટરનેશનલની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.

2020 માં 483 લોકોએ મોતની સજા અપાઈ
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ પોતાના રિપોર્ટમાં જણાવ્યુ છે કે વર્ષ 2020 માં દુનિયાભરમાં 483 લોકોને મોતની સજા અપાઈ છે. તેમાંથી 425 મોત માત્ર ઈરાન, ઈજીપ્ત, (મીસર) ઈરાક અને સાઉદી અરબમાં અપાઈ છે. આ પૂરી દુનિયામાં અપાયેલી મોતની સજાનો 88 ટકા હિસ્સો છે. કોરોનાનો કપરો કાળ છતાં આટલા લોકોને મોતને ઘાટ ઉતારવા બદલ આ દેશોની ટીકા પણ કરાઈ છે.

ચીને આ વર્ષે આંકડો જાહેર નથી કર્યો:
જોકે આ દાયકામાં કોઈ એક વર્ષમાં મોતની સજાનો આંકડો સૌથી ઓછો છે. આમાં ચીનનો આંકડો સામેલ નથી. ચીને કોરોના વાઈરસ મહામારીનું બહાનુ આપીને આ વર્ષે મોતની સજાનાં આંકડા જાહેર નથી કર્યા પણ માનવામાં આવે છે કે ચીનમાં દર વર્ષે હજારો લોકોને ફાંસી આપવામાં આવે છે.

મધ્યપૂર્વ અને આફ્રિકામાં સૌથી વધુ મોત:
2019 માં મધ્ય પૂર્વ અને આફ્રિકામાં 579 લોકોને મોતની સજા આપવામાં આવી હતી. પરંતુ એક વર્ષ બાદ આ આંકડો ઘટીને 483 થઈ ગયો છે.

કયાંક પથ્થર મારીને તો કયાંક માથુ કાપીને સજા:
મોતની સજાને અંજામ આપવા માટે દુનિયાના દેશોમાં જુદી જુદી પદ્ધતિઓ છે.દુનિયાના પર દેશોમાં મોતની સજા માટે ફાંસીની સજા પ્રચલીત છે. જયારે 73 થી વધુ દેશોમાં મોતની સજા પામેલા દોષિઓને ગોળી મારવામાં આવે છે. ભારત સહીત દુનિયાનાં 33 દેશોમાં મોતની સજા આપવા માટે એકમાત્ર ફાંસીની પદ્ધતિ અમલમાં છે

દુનિયામાં 6 દેશો એવા છે જયાં પથ્થર મારીને મોતની સજા અપાય છે.આ બધા કટ્ટર ઈસ્લામીક દેશ છે. પાંચ દેશ એવા છે જયાં મોતની સજા માટે ઝેરીલુ ઈન્જેકશન આપવામાં આવે છે. આ સિવાય દુનિયામાં ત્રણ દેશો એવા છે જયાં મોતની સજા માટે માથુ કાપી નાખવામાં આવે છે દુનિયામાં 97 દેશો એવા છે જયાં મોતની સજાને જ ખતમ કરી નાખવામાં આવી છે આ દેશમાં કોઈપણ અપરાધ માટે દોષિને મોતની સજા નથી આપવામાં આવતી.

ખરેખર તો ભારતમાં અંગ્રેજોનાં જમાનામાં બનેલ કોડ ઓફ ક્રિમીનલ પ્રોસીજર (સીઆરપીસી 1889) માં મોતની સજા માટે ફાંસીની જોગવાઈ હતી.આ પદ્ધતિને સીઆઈસી 1973 માં પણ અપનાવાઈ હતી જેમાં દોષિને ત્યાં સુધી ફાંસીએ લટકાવવામાં આવે જયાં સુધી તેને મોત ન થાય. આર્મી એકટમાં ફાંસી સિવાય દોષિને ગોળી મારવાનો પણ વિકલ્પ છે. ઉલ્લેખનીય છે

કે સ્વતંત્ર ભારતમાં સૌ પ્રથમવાર મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને ફાંસીની સજા અપાઈ હતી. સાઉદી અરબ સહીત ત્રણ દેશોમાં તલવારથી માથુ કાપવાની સજા છે. આ સિવાય ઈન્ડોનેશીયા, ચીન, ટોગો, તુર્કમેનિસ્તાન, આર્મેનીયા, સીરીયા, યુગાંડા, કુવૈત,ઈરાન વગેરે દેશોમાં દોષીઓને ગોળી મારવામાં આવે છે. અમેરીકા, ચીન, વિયેટનામમાં દોષીઓને ઝેરી ઈન્જેકશન આપવામાં આવે છે.


Related News

Loading...
Advertisement