આ તે કેવી સરકાર? દુબઈમાં આઈએસઆઈ સાથે વાત કરે પણ ભારતમાં વિપક્ષ સાથે નહીં

22 April 2021 06:50 AM
India Politics
  • આ તે કેવી સરકાર? દુબઈમાં આઈએસઆઈ સાથે વાત કરે પણ ભારતમાં વિપક્ષ સાથે નહીં

કેન્દ્ર પર ભડકતા પ્રિયંકા ગાંધી: વેકસીન અને રેમડેસીવીર નિકાસ કરી નાંખતા દેશમાં અછત

નવી દિલ્હી તા.21
રાહુલ ગાંધી બાદ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કોરોનાની ગંભીર સ્થિતિ અને આરોગ્ય વ્યવસ્થાની લાચાર હાલત પર સવાલ ઉઠાવ્યા છે. ‘આ સરકાર દુબઈમાં આઈએસઆઈ સાથે વાત કરી શકે છે, પણ વિપક્ષ સાથે વાત કરતી નથી’ તેવી પ્રતિક્રિયા આપી છે.

તેમણે જણાવ્યું હતું કે દુનિયાના ટોચના પૈકીના ઉત્પાદક દેશ ભારતમાં ઓકસીજનની અછત કેમ છે? સમય હોવા છતાં આયોજનો કરવાના બદલે સરકાર ચૂંટણીમાં વ્યસ્ત છે. ન્યુઝ એજન્સીને તેમણે વધુમાં કહ્યું હતું કે, વિપક્ષના સૂચનો પર સરકાર ચર્ચા કેમ કરતી નથી? કોરોનાની પહેલી અને બીજી લહેર વચ્ચે આઠથી નવ માસનો સમય હતો. સીરો સર્વે જ કહેતો હતો કે બીજી લહેર આવશે પણ સરકારે ધ્યાન ન આપ્યું. આજે ભારતમાં માત્ર 2000 ટ્રક જ ઓકસીજન ટ્રાન્સપોર્ટ કરી શકે છે.

સ્ટોક હોવા છતાં પ્રાણવાયુ પહોંચતો નથી. છ માસમાં 11 લાખ રેમડેસીવીર ઈન્જેકશનની નિકાસ કરવામાં આવી છે જેની આજે ભારતમાં અછત છે. જાન્યુઆરીથી માર્ચમાં સરકારે 6 કરોડ વેકસીનની નિકાસ કરી હતી. જયારે માત્ર 3થી4 કરોડ ભારતીયોને ડોઝ અપાયા હતા. ભારતીયોને પ્રાથમીકતા માટે કોઈ આયોજન જ કરાયુ ન હતું.


Related News

Loading...
Advertisement