કંગના ફરી થઈ ટ્રોલ: પ્રસાદની થાળીમાં ડુંગળી મૂકી

22 April 2021 06:54 AM
Entertainment
  • કંગના ફરી થઈ ટ્રોલ: પ્રસાદની થાળીમાં ડુંગળી મૂકી

યુઝર્સને કંગનાએ આપ્યો જવાબ

મુંબઈ: એકટ્રેસ કંગના રનૌત ફરી એકવાર સોશ્યલ મિડિયા પર ટ્રોલ થઈ છે. હાલમાં જ કંગનાએ સોશ્યલ મિડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં પ્રસાદની થાળીમાં કંગનાએ ડુંગળી પણ રાખી હતી. આ કારણે તે જોરદાર ટ્રોલ થઈ હતી. એક ટ્રોલરે લખ્યુ-પ્રસાદ તો ઘણો અલગ દેખાઈ રહ્યો છે. લોકોએ નવરાત્રીમાં ડુંગળી ખાવાનું કયારે શરૂ કર્યું? બીજા યુઝરે લખ્યુ-નવરાત્રીમાં વ્રત રાખવાનો પહેલો નિયમ છે ડુંગળી-લસણ છોડી દેવા અને આ વ્રતમાં ખાઈ રહી છે.જોકે કંગનાએ જવાબ આપતા લખ્યુ-વિશ્ર્વાસ નથી આવતો કે ડુંગળી ટોપ ટ્રેન્ડસમાં સામેલ છે. આ કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા માટે નહોતું પરંતુ હિન્દુઓની ખુબસુરતી છે કે તે બીજા ધર્મોની કટ્ટર નથી તેની આ ખુબસુરતીને ન બગાડો, મારૂ આજે વ્રત છે પણ જો મારો પરિવાર પ્રસાદની સાથે સલાડ ખાવા માગે તો તેમની મજાક ન ઉડાડો.


Related News

Loading...
Advertisement