આજથી 30 એપ્રિલ સુધી બેન્કો સવારે 10થી 2 વાગ્યા સુધી જ કામ કરશે

22 April 2021 06:55 AM
India
  • આજથી 30 એપ્રિલ સુધી બેન્કો સવારે 10થી 2 વાગ્યા સુધી જ કામ કરશે

નવીદિલ્હી, તા.21
કોરોનાના વધી રહેલા સંક્રમણ બાદ હવે બેન્કોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજથી 30 એપ્રિલ સુધી દરરોજ 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી જ કામકાજ થશે અને કર્મચારીઓને પણ રોટેશન પ્રમાણે જ બોલાવવામાં આવશે. આ નવી વ્યવસ્થા હેઠળ 50 ટકા કર્મચારી જ બેન્કમાં રહેશે. અત્રે ઉલ્લેખનીય છે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાને કારણે અનેક બેન્ક કર્મચારીઓ સંક્રમિત થઈ રહ્યા છે જેના કારણે બેન્કોના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. જો કે આ દરમિયાન તમામ બેન્કોના એટીએમ કાર્યરત રહેશે તેવું પણ જણાવાયું છે.


Related News

Loading...
Advertisement