તમારી દિકરીને હું ભગાડી જઇશ તમારાથી થાય તે કરી લેજો : સગીરાના અપહરણની ફરિયાદ

22 April 2021 07:10 AM
Rajkot Crime
  • તમારી દિકરીને હું ભગાડી જઇશ તમારાથી થાય તે કરી લેજો : સગીરાના અપહરણની ફરિયાદ

વડાળી ગામે રહેતા પ્રૌઢની સગીરાને ગામનો જ હિતેશ બારૈયા લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો : આજીડેમ પોલીસે તપાસ આદરી

રાજકોટ તા.21
શહેરના વડાળીમાં રહેતા એક પ્રોઢે સગીર દીકરીના અપહરણ કર્યાની ફરિયાદ આજીડેમ પોલીસ મથકમાં કરી છે જેમાં આરોપી તરીકે વડાળીના હિતેશ ધીરુભાઈ બારૈયાનું નામ આપ્યું છે.આ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી.

સગીરાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવું છું.અમારા ગામ વડાળી ખાતે ખેતીની જમીન આવેલ હોય તે જમીનમાં જ મકાન બનાવી રહીએ છીએ.મારે સંતાનમાં બે દિકરા તથા બે દિકરી જેમાં નાની દિકરી 15 વર્ષ અને 11 માસની છે.તેણી ઘોરણ 7 સુધી વડાળી તા.19/04 ના રોજ રાત્રીના રોજ હું,મારી પત્નિ, મારા બાળકો બઘા ઘરે હાજર હતા અને જમી ને સુઈ ગયેલ હતા અને મારી દીકરી અને મારી પત્નિ બંને સાથે સુતા હતા

અને તા.20/04 ના રોજ મોડી રાત્રીના ત્રણેક વાગ્યાના અરસા માં મારી પત્નિએ અમો બઘાને જગાડેલ અને વાત કરેલ કે મારી અચાનક નિંદર ઉડી ગયેલ અને મેં જોયેલ તો દીકરી મારી બાજુમાં સુતેલ જોવામાં આવેલ ન હતી.તેમ વાત કરતા અમો બઘા ઘરના સભ્યો એ અમારા ઘરમાં આજુબાજુ માં વાડી વિસ્તારમાં તપાસ કરેલ પરંતુ મારી દિકરી કયાંય જોવામાં આવેલ ન હતી.

અગાઉ મારી દિકરી પાસે એક મોબાઈલ ફોન મળેલ હતો અને આ બાબતે અમો તેને ઠપકો આપતા દીકરીએ જણાવેલ કે હું આપણા ગામમાં રહેતા હિતેષ ધીરૂભાઈ બારૈયા સાથે વાતચીત કરતી હતી તેમ જણાવેલ હોય જેથી અમો એ મોબાઈલ ફોન તોડી નાખેલ હતો અને આ હિતેષ અમારો કૌટુંબીક સગો થતો હોય જેથી આ બાબતે અમોએ હિતેષને પણ વાત કરેલ હતી ત્યારે હિતેષએ અમને ઘમકી આપેલ હતી

કે તમારી દિકરીને હું ભગાડીને લઈ જઈશ તમારાથી જે થાય તે કરી લેજો તેમ જણાવેલ હતું.જેથી તે જ હિતેશ દીકરીને ભગાડી ગયાની શંકા છે તેમજ તેની ઘરે તપાસ કરતા આરોપી હિતેશ પણ ઘરે હાજર ન હોય જેથી આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પીઆઇ વી.જે.ચાવડા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement