કોરોના સંક્રમણ વધતા હાઇકોર્ટે કેદીઓની પેરોલ રજા લંબાવી

22 April 2021 07:12 AM
Rajkot
  • કોરોના સંક્રમણ વધતા હાઇકોર્ટે કેદીઓની પેરોલ રજા લંબાવી

જામીન કે પેરોલ રજા પર રહેલા કેદીઓની પંદર જુન સુધી લંબાવવાનો આદેશ જાહેર કર્યો

રાજકોટ તા.21 : રાજયની જેલોમાં વધુ સંક્રમણ ન ફેલાય તે માટે જે કેદીઓ પેરોલ કે જામીન પર રહેલા છે. તેવા કેદીઓની વચગાળાની પેરોલ રજા વધારવાનું હાઇકોર્ટે આદેશ કર્યો છે. હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો કે પેરોલ કે જામીન પર રહેલા કેદીઓની વચગાળાની જામીન અરજીઓ મંજુર કરવામાં આવી છે. હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યુ કે અગાઉ કોરોના સંક્રમણ વધ્યુ ત્યારે ઘણા કેદીઓ સંક્રમીત થયા હતા. જેથી હવે કેદીઓની સંખ્યા વધે નહી અને ભીડ ન થાય અને જેલમાં વધુને વધુ સંક્રમણ ન થાય તેથી હાઇકોર્ટે જેલમાંથી પેરોલ કે જામીન ઉપર રહેલા કેદીઓની વચગાળાની જામીન પંદર જુન સુધી લંબાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના સંક્રમણ વધુ હોવાથી હાઇકોર્ટે વચગાળાની જામીન અરજી પંદર જુન સુધી લંબાવવામાં આવશે.


Related News

Loading...
Advertisement