રાજકોટ એસટી બસ પોર્ટના સ્ટેન્ડ ઇન્ચાર્જ સહદેવસિંહ ગોહિલનું કોરોનાથી મૃત્યું

22 April 2021 07:14 AM
Rajkot
  • રાજકોટ એસટી બસ પોર્ટના સ્ટેન્ડ ઇન્ચાર્જ સહદેવસિંહ ગોહિલનું કોરોનાથી મૃત્યું

20 દિ’થી કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા : કંડકટર બાદ અધિકારીનો મહામારીએ ભોગ લેતા કર્મચારીઓમાં શોકનો માહોલ

રાજકોટ તા.21
રાજકોટ એસટી બસ પોર્ટના સ્ટેન્ડ ઇન્ચાર્જ સહદેવસિંહ રમુભા ગોહિલનું કોરોનાથી મૃત્યુ થયેલ છે. જેના પગલે એસટીના કર્મચારીઓ અને અધિકારીઓમાં શોકનો માહોલ છવાઇ જવા પામેલ છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે એસટી બસ પોર્ટના સ્ટેન્ડ ઇન્ચાર્જ સ્વ.સહદેવસિંહ રમુભા ગોહિલનો ગત તા.1ના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓ છેલ્લા 20 દિવસથી કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હતા. જયાં તેઓનું આજે સારવાર દરમિયાન મૃત્યુ થયેલ હતું.

સ્વ.સહદેવસિંહ ગોહિલ તેમના પુત્ર અને પત્નીને વિલાપ કરતા છોડી ગયેલ છે. તેઓ છેલ્લા 20 વર્ષથી એસટીમાં ફરજ બજાવતા હતા. એસટી બસ પોર્ટમાં તેઓનું યોગદાન સરાહનીય રહ્યું હતું.

અહીં એ ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટમાં એસટી ડેપોના એક કંડેકટરનું કોરોનાથી મૃત્યુ થયુ હતું. જે બાદ એસટી બસ પોર્ટના સ્ટેન્ડ ઇન્ચાર્જ સહદેવસિંહ રમુભા ગોહિલનું કોરોનાથી મોત થતા એસટીના ડ્રાઇવરો કંડેકટરો કર્મચારીઓ અને અધિકારીઓમાં ગમગીની છવાઇ જવા પામેલ છે.


Related News

Loading...
Advertisement