રૈયા ગામની જમીનનાં વિવાદમાં બોગસ હુકમનામુ ઉભુ કરી છેતરપીંડી કરનાર 10 સામે પોલીસ કમિશ્નરને અરજી

22 April 2021 07:31 AM
Rajkot Crime
  • રૈયા ગામની જમીનનાં વિવાદમાં બોગસ હુકમનામુ ઉભુ કરી છેતરપીંડી કરનાર 10 સામે પોલીસ કમિશ્નરને અરજી

બોગસ હુકમનામાના આધારે દસ્તાવેજો ઉભા કરી કોર્ટના રેકર્ડ પર સાચા તરીકે ઉપયોગ કર્યો : મહિલા શિક્ષણશાસ્ત્રીએ તપાસની માંગણી સાથે પોલીસ કમિશ્નરને અરજી કરી

રાજકોટ, તા.21
શહેરના સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રહેતા શિક્ષણશાસ્ત્રી નયનાબેન સુરેશચંદ્ર ભટ્ટ દ્વારા રૈયાની કિંમતી જમીનના વિવાદ અંગે ચાલતા કોર્ટ કેસમાં પૂર્વયોજીત કાવત્રુ રચી ડીસ્ટ્રીકટ કોર્ટનુ બોગસ-બનાવટી હુકમનામુ ઉભા કર્યાના આક્ષેપ સાથે તેઓએ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને ફરીયાદ નોંધવા અરજી કરી છે.

ફરીયાદી નયનાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીમાં અમિન માર્ગ ઉપર રહેતા પ્રવિણચંદ્ર કેશવલાલ પટેલ,પાળ ગામના હરીભાઈ જીવરાજભાઈ ટીલાળા, દિનેશ હરીભાઈ ટીલાળા, લતાબેન રાજેશભાઈ ડોબરીયા, ગોંડલ તાલુકાના બીલડી ગામના દેવરાજભાઈ લીંબાભાઈ પટેલ, કાંતાબેન લીંબાભાઈ પટેલ, રંજનબેન લીંબાભાઈ પટેલ, રૈયાના વાલજીભાઈ લીંબાભાઈ પટેલ, મનોજ લીંબાભાઈ પટેલ તેમજ ડીસ્ટ્રીકટ કોર્ટના જે

તે કર્મચારીઓ તેમજ વચેટીયા તરીકે તપાસમાં ખુલે તે લોકોના નામ આપ્યા છે. અરજીમાં જણાવ્યા પ્રમાણે ઉપરોકત ઈસમોએ એકબીજા સાથે મિલાપીપણુ કરી પૂર્વયોજીત કાવત્રાના ભાગરૂપે ડીસ્ટ્રીકટ કોર્ટનું બોગસ હુકમનામુ ઉભુ કરી તે રીતે બોગસ દસ્તાવેજો ઉભા કર્યા હતા.જેને ખરા તરીકે ઉપયોગ કરી છેતરપીંડી-વિશ્વાસઘાત કરેલ છે.બોગસ દસ્તાવેજ કોર્ટ પ્રિમાઈસીસની બહાર બનાવેલ હોય પોલીસ અધિકારનો ગુનો બનતો હોય

આ પ્રકારના ગુનાની તપાસ માટે જવાબદાર શખ્સોની ધરપકડ કરવા માટે સીઆરપીસી કલમ 195 મુજબ પોલીસને કાર્યવાહી કરવામાં કોઈ બાધ નડતો નથી.ગુજરાત હાઈકોર્ટના રેકર્ડ ઉપર પણ આ બોગસ હુકમનામા અંગે રજૂઆત કરવામાં આવેલ છે.કોર્ટ કર્મચારીઓ દ્વારા પણ તેઓના હોદાનો દુરૂપયોગ કરી રેકર્ડ સાથે ચેડા કરેલા હોય તેવું માનવામાં આવ્યું છે તેવો આક્ષેપ કરીને ફરીયાદી નયનાબેન ભટ્ટ દ્વારા આરોપીઓ સામે ગુનો દાખલ કરીને તપાસ કરવાની માંગણી કરી છે.

બનાવની મૂળ હકીકત મુજબ રૈયાના રે.સ. નં.155 પૈકીની જમીન એકર 2-00 ગુંઠા સ્વ. લીંબા લાધા પટેલના કબ્જા, ભોગવટા અને માલિકીની હતી.આ જમીનના ફરીયાદી નયનાબેન સાથે જમીનનો સોદો થયેલ અને તે અંગેનું સાટાખત તા. 24-7-79ના રોજ થયેલ હતું.ત્યારબાદ આ જમીન અન્યને વેચાણ કરી દેવાની પેરવી થતા હાલના ફરીયાદીએ સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો અને બાદમાં આ મામલે ડીસ્ટ્રીકટ કોર્ટમાં પહોંચ્યો હતો.આ મામલે ફરીયાદીએ કોર્ટ બહાર જવાબદાર ઈસમોએ બોગસ હુકમનામુ ઉભુ કરેલ હોય તેની સામે તપાસ કરી કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નરને અરજી આપી છે.


Related News

Loading...
Advertisement