ગુજરાતમાં કોરોનાની રફતાર યથાવત : 24 કલાકમાં 12553 નવા કેસ : 125ના મોત

22 April 2021 08:55 AM
Government Gujarat
  • ગુજરાતમાં કોરોનાની રફતાર યથાવત : 24 કલાકમાં 12553 નવા કેસ : 125ના મોત

● હાલ રાજ્યમાં 84000થી વધુ એક્ટિવ કેસ : કુલ સંક્રમિતોની સંખ્યા 4.40 લાખને પાર ● વધુ 4802 દર્દીઓ સાજા થયા, ઘટતો રિકવરી રેટ 79 ટકાએ પટકાયો : મૃત્યુ આંક 5740 થયો

રાજકોટઃ
ગુજરાતમાં કોરોના સંક્રમની રફતાર યથાવત છે. આજે 12500થી વધુ નવા કેસ સામે આવ્યા છે. એ સાથે જ હાલ રાજ્યમાં 84000થી વધુ એક્ટિવ કેસ થઈ ગયા છે. એટલે કે હાલ 84126 દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ સંક્રમિતોની સંખ્યા 4.40 લાખને પાર થઈ ગઈ છે. ઘટતો રિકવરી રેટ 79 ટકાએ પટકાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 12553 કેસો નોંધાયા છે. 125 દર્દીઓના મૃત્યુ થયા છે. 4802 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં કુલ 361 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 83765 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 5740 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 440731 પર પહોંચ્યો છે.

● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ 4906, સુરત 2340, રાજકોટ 516, વડોદરા 731, જામનગર 509, મહેસાણા 495, ગાંધીનગર 281, ભાવનગર 260, બનાસકાંઠા 227, ભરૂચ 206, કચ્છ 200, જૂનાગઢ 188, પાટણ 185, તાપી 135, ખેડા 117, દાહોદ 115, સાબરકાંઠા 112, નર્મદા 110, અમરેલી 98, નવસારી - પંચમહાલ 93, વલસાડ 82, સુરેન્દ્રનગર 80, આણંદ 72, મોરબી 70, મહીસાગર 62, ગીર સોમનાથ 61, અરવલ્લી 59, પોરબંદર 42, બોટાદ 31, ડાંગ - દેવભૂમિ દ્વારકા 28, છોટાઉદેપુર 21.


Related News

Loading...
Advertisement