પોલીસનો રાજકોટવાસીઓને ખાસ સંદેશો : સવારે રેસકોર્સ ખાતે રનિંગ - વોકિંગ કરવા આવતા લોકો ફરજિયાત માસ્ક પહેરે : કાલે સ્પેશ્યલ ચેકીંગ ડ્રાઇવ

22 April 2021 11:00 AM
Rajkot
  • પોલીસનો રાજકોટવાસીઓને ખાસ સંદેશો : સવારે રેસકોર્સ ખાતે રનિંગ - વોકિંગ કરવા આવતા લોકો ફરજિયાત માસ્ક પહેરે : કાલે સ્પેશ્યલ ચેકીંગ ડ્રાઇવ

વહેલી સવારથી જ પોલીસ કાર્યવાહીમાં લાગી જશે, માસ્ક નહીં પહેર્યું હોય તો દંડ ફટકારશે

રાજકોટઃ
રાજકોટમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. મોતનો આંકડો પણ વધી રહ્યો છે. સંક્રમણ ચરમસીમા પર છે ત્યારે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, બન્ને ઝોનના ડીસીપીના માર્ગદર્શન હેઠળ સંક્રમણ અટકાવવા પોલીસ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા કડક કાર્યવાહી કરી રહી છે.

શહેરના હાર્દ સમા રેસકોર્સ રિંગ રોડ અને રેસકોર્સ ગાર્ડનમાં વહેલી સવારે અનેક શહેરીજનો વોકિંગ - રનિંગ માટે આવતા હોય છે, આવા અનેક લોકો માસ્ક ન પહેરતા હોવાનું ધ્યાને આવ્યું છે અથવા માસ્ક પહેર્યા હોય તો યોગ્ય રીતે પહેરતા નથી. ત્યારે એસીપી પી.કે. દીયોરાએ જણાવ્યું હતું કે, રેસકોર્સ ખાતે વોકિંગ કે રનિંગ માટે આવતા તમામ નાગરિકોને તાકીદ કરવામાં આવે છે કે, હાલમાં કોરોનાનો ફેલાવો ખૂબ જ વધી ગયો હોય, તમામે માસ્ક પહેરવું આવશ્યક છે, જેમને વોકિંગ કે રનિંગ સમયે માસ્ક ન ફાવે તેમણે ફેસ શિલ્ડ ફરજિયાત પહેરવું, અન્યથા પોલીસ તેની કાર્યવાહી કરશે. આવતીકાલે વહેલી સવારથી જ પોલીસ કાર્યવાહીમાં લાગી જશે, માસ્ક નહીં પહેર્યું હોય કે ફેસ શિલ્ડ નહીં પહેર્યું હોય તો નિયમ મુજબ રૂ.1000નો દંડ ફટકારશે. જેની રાજકોટવાસીઓએ નોંધ લેવા જણાવાયું છે.


Related News

Loading...
Advertisement